કોહલીએ જણાવ્યું કે, પીચ ધીમી હોવાને કારણે ટીમ મેનેજમેન્ટને બોલીંગમાં 6 વિકલ્પ યોગ્ય લાગ્યા હતાં. પરંતુ ભારતીય ટીમ આ મેચમાં ચાર મુખ્ય બોલર સાથે જ મેદાન પર ઉતરી હતી. જ્યારે ભારતને પાંચમા બોલરની કમી જણાઈ હતી. કારણકે શિવમ દુબે અને કેદાર જાદવ પ્રભાવશાળી બોલીંગ કરી શક્યા નહતા.
મેચ બાદ કોહલીએ જણાવ્યું કે, અમારી પાસે બોલીંગ માટે કેદાર જાદવ હતો પરંતુ રાતના સમયે ફ્લડ લાઈટમાં પીચનો મિજાજ અલગ હતો. જે મુજબ કેદાર બોલીંગ કરી શક્યો નહીં.
કોહલીએ મહેમાન ટીમના ખેલાડીઓની પ્રશંસા કરતાં કહ્યું કે, 'તેમના બેટ્સમેનોએ ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. અમારા ઝડપી બોલર્સ બોલ પર પડક બનાવી શક્યા નહોતા. જેનો ફાયદો વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને મળ્યો. કોહલીએ કહ્યું કે, હેટમાયર અને હોપે ખૂબ સારી બેટીંગ કરી હતી'. કોહલીએ શ્રેયસ ઐયર અને રુષભ પંતના વખાણ કર્યા હતાં. કોહલીએ કહ્યું કે, 'હું અને રોહિત આજે સારું રમી શક્યા નહોતા. જેથી એ બન્ને યુવા ખેલાડીઓ પાસે તેમની પ્રતિભા દેખાડવાની તક હતી અને ધીમી પીચ પર બન્નેએ સારી બેટીંગ કરીને તેનો લાભ લીધો હતો'.