નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે સરકારે 25 માર્ચથી લગાવવામાં આવેલા લોકડાઉનમાં હવે ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે અને તેના કારણે હવે બીસીસીઆઈ ઓગસ્ટ-સપ્ટેમ્બરની વચ્ચે તેના ખેલાડીઓ માટે કેમ્પ કરવાનો વિચાર કરી રહી છે.
બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે બોર્ડ ચોમાસા પછી ખેલાડીઓને મેદાનમાં લાવવાનું વિચાર કરી રહ્યું છે જેથી તેઓ ઘરે બેઠા સમય ગાળ્યા બાદ ક્રિકેટ પ્રવૃત્તિઓમાં પાછા આવી શકે.
![BCCI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bcci_0206newsroom_1591116398_1006.jpg)
BCCIના એક અધિકારીએ મીડિયાને કહ્યું, "એકવાર ચોમાસું પૂર્ણ થયા પછી, અમે તૈયારી કરવાનું વિચારી રહ્યા છીએ. ઓગસ્ટ-સપ્ટેમ્બરની વચ્ચે અમે અમારા ખેલાડીઓને એક સાથે લાવીને તેને તેમની રમતના આધારે તેમને ઝોનમાં લાવવા વિચારી રહ્યા છીએ. "
સ્નાયુઓ અને મેમોરીને સુસંગતતાની જરૂર હોય અને આ લોકો પ્રોફેશનલ હોય છે. તેથી તેઓ લૉકડાઉનમાં પણ તેમની તંદુરસ્તી પર કામ કરી રહ્યા છે. "
આ ઉપરાંત ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ પર પણ સંકટ છવાયેલું છે. જોકે, આઇસીસીએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.