ETV Bharat / sports

મેચ ફિક્સિંગ રેકેટઃ ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય શખ્સની ધરપકડ - ક્રિકેટ લીગ

રવિંદર દાંડીવાલ નામના ભારતીય વ્યક્તિને ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પોલીસે એક રેકેટનો મુખ્ય આરોપી ગણાવ્યો છે. આ વ્યક્તિ ચંદીગઢ નજીક સ્થિત મોહાલીનો છે.

match fixing racket in Australia
મેચ ફિક્સિંગ રેકેટઃ ઓસ્ટ્રેલિયામાં એક ભારતીયની ધરપકડ
author img

By

Published : Jun 29, 2020, 7:04 PM IST

વિક્ટોરિયા: ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પોલીસ મેચ ફિક્સિંગ રેકેટ ચલાવનાર ગેંગની તપાસ કરી રહી છે. જેનો મુખ્ય અગોવાન એક ભારતીય છે, જે બીસીસીઆઈ બ્લેક લિસ્ટમાં પહેલાથી જ હતો. આ સમગ્ર મામલો ટેનિસની આંતરરાષ્ટ્રીય મેચ ફિક્સિંગ સંબંધિત છે. જેની વિક્ટોરિયા પોલીસ તપાસ કરી રહી છે.

મોહાલીના રવિંદર દાંડીવાલ નામના આ વ્યક્તિને વિક્ટોરિયા પોલીસે એક રેકેટનો મુખ્ય ઓરોપી ગણાવ્યો છે. આ વ્યક્તિ ચંદીગઢ નજીક આવેલ મોહાલીનો રહેવાસી છે, જે છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ બોર્ડની નજરમાં હતો. શનિવારે એક ઓસ્ટ્રેલિયન અખબારે વિક્ટોરિયા પોલીસને ટાંકીને આ સંબંધમાં એક સમાચાર પ્રકાશિત કર્યા હતાં. જેમાં પોલીસે રવિન્દર દાંડીવાલને મેચ ફિક્સિંગની મુખ્ય આરોપી તરીકે ગણાવ્યો હતો, જે મેચમાં સટ્ટો લગાવ્યા બાદ ટેનિસમાં નિમ્ન ક્રમાંકના ખેલાડીઓને મેચ છોડી દેવાનું કહેતો હતો.

એક મીડિયા હાઉસે બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ)ના વડા અજિતસિંહ સાથે દાંડીવાલ અંગે વાત કરી હતી. અજિતસિંહે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ મૂળ મોહાલીનો છે, જે મધ્ય એશિયામાં ખૂબ સક્રિય રહ્યો છે. જેનું નામ એવા લોકોમાં સામેલ છે, જેમણે ક્રિકેટ લીગનું આયોજન કર્યું હતું. એકવાર આ વ્યક્તિએ હરિયાણામાં પણ એક ખાનગી લીગનું આયોજન કર્યું હતું, જો કે, આ ફિક્સર સુધી પહોંચવામાં એસીયુ સફળ થયું નથી. બીસીસીઆઈએ તમામ રજિસ્ટર્ડ ખેલાડીઓને સલાહ આપી છે કે, ખેલાડીઓ આવી કોઈ લીગમાં ભાગ ન લે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.