સીડનીઃ ઑસ્ટ્રેલિયાના ફાસ્ત બોલર કેન રિચડર્સનને કહ્યું કે તેમને અને તેમના દેશના બીજા ખેલાડીયોને આઇપીએલ પર આગળના આદેશનો ઇંતજાર છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસની મહામારીના લિધે 29 માર્ચથી શરુ થનાર આઇપીએલની 13 મી સીઝનને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયાના 17 ખેલાડિયો આ લિગમાં રમશે.
રિચર્ડસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે અમે ખાલી આદેશનો ઇંતજાર કરી રહ્યાં છીએ. તેમજ શુ આઈપીએલ રદ થશે કે તેમા એક અઠવાડિયામા શુ બદલાવ આવશે તેને લઇને અમે બધા ફોન આવે તેના ઇંતજારમાં રહિશુ અને 15 એપ્રિલ સુધી અમે ઇંતજાર કરીશુ. વધુમાં કહ્યું કે અત્યાર થી લઇને આઇપીએલના અંત સુધી ઘણુ બધુ બદલવાનુ છે તેથી હવે અમે ઘરમાં જ રહેશુ કારણ કે અમને ખબર નથી કે આગળનો ક્રિકેટ મેચ ક્યારે રમાશે. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરે વધુમાં કહ્યું કે અમે બધા એક અઠવાડિયા પેલા જ દક્ષિણ આફ્રિકા પ્રવાસથી આવ્યા છીએ અને અમે ક્યારેય પણ એવુ ન હોતુ વિચાર્યુ કે કોરોના વાયરસના કારણે આટલુ બધુ થશે. એ વિશ્વાસ કરવો પણ મુસ્કેલ છે કે બધી મેચો રદ થઇ છે. અને અમે બધા ઘરે જ બેઠા છીએ. પરંતુ દુનિયામાં જે થઇ રહ્યું છે તે જોતા તો આ સારો ફેસંલો જ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે પાકિસ્તાન સુપર લીગને પણ સ્થગિત કરવામાં આવી છે.