ડબલીન : કોવિડ-19ના કારણે લાગેલા બ્રેકના કારણે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિંગે આયર્લેન્ડની મહિલા ટીમની ઓનલાઇન ક્લાસ દ્વારા બેટિંગના પાઠ શીખવ્યા હતા.
આ બેટિંગ પાઠમાં આયર્લેન્ડની ભૂતપુર્વ કેપ્ટન ઇસોબેલ જોયસે પણ સામેલ હતી. આ સિવાય મહિલા ટીમના મુખ્ય કોચ અને તેની પાર્ટનર મૈથ્યુ વોટ પણ સામેલ હતી. આ તકે બંનેએ કેટલીક વસ્તુઓ પર વાતચીત કરી હતી. જેમાં મોટી મેચને લઇને તૈયારી સાથે ગત વર્ષે લેનિંગે રમેલી શતકીય ઇનિંગ્સને લઇને પણ વાચચીત કરવામાં આવી હતી.