હૈદરાબાદઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઝડપી બોલર એન્ડી રોબર્ટ્સે કોવિડ-19 મહામારી દરમિયાન આરોગ્યની ચિંતાને કારણે ઇંગ્લેન્ડનો પ્રવાસ દર કરવાનો નિર્ણય કરનારા શિમરૉન હેટમાયરની ટીકા કરી છે. વરિષ્ઠ બેટ્સમેન ડેરેન બ્રાવોની સાથે હેટમાયરે ઇંગ્લેન્ડ પ્રવાસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જેથી રોજર હાર્પરની આગેવાની વાળી પસંદગી સમિતિને છેલ્લી મિનિટે ટીમમાં ફેરફાર કરવો પડ્યો હતો.
રોબર્ટ્સે માઇકલ હોલ્ડિંગની યૂ-ટ્યુબ ચેનલ પર કહ્યું કે, તે બેટિંગનો ખાસ ભાગ હોત. જ્યાં સુધી આપણે તેની બેટિંગને નાપસંદ નહીં કરીએ, ત્યાં સુધી તે ટીમના ભવિષ્યનો બેટ્સમેન છે. કોઈએ હેટમાયરને આ વાત સમજાવવી પડશે કે, તમે પેવેલિયનમાં બેસીને રન નહીં બનાવી શકો.
ઝડપી બોલિંગમાં 70 અને 80ના દાયકામાં રોબર્ટ્સના જોડીદાર રહેલા હોલ્ડિંગે પણ બન્ને બેટ્સમેનના પગલાને દુર્ભાગ્યપૂર્ણ કહ્યું. રોબર્ટ્સે કહ્યું કે, વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચાડવામાં વિશ્વાસ રાખે છે અને તેના માટે ફિલ્ડરોની વચ્ચે રન બનાવવાનું પડકાર હશે.