ચેન્નઈઃ ઈંગ્લેન્ડના સીમિત ઓવરોના કેપ્ટન ઈયોન મોર્ગને સ્પષ્ટતા કરી કે, ટીમના તેમના સાથીઓને ઈંન્ડિયન પ્રીમિયર લીગ 2019માં રમવાનું સમજી-વિચારીને કરેલી યોજનાનો ભાગ હતો અને આ નિર્ણયે વર્લ્ડ કપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
મોર્ગને કહ્યું કે, તેમણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ એન્ડ્રૂ સ્ટ્રૉસે આ નિર્ણય લેવાની ભલામણ કરી હતી. કારણ કે, તેમના અનુસાર વૈશ્વિક પ્રતિયોગિતામાં થનારા દબાવની બરાબરી માત્ર IPLમાં થઇ શકે છે.
મોર્ગેને કહ્યું કે, IPLમાં રમવું એ સ્ટ્રૉસની યોજનાનો ભાગ હતો. મેં એમને આ નિર્ણય લેવાનો આગ્રહ કર્યો હતો. કારણ કે, આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય સિરીઝમાં ચેમ્પિયન ટ્રોફી અથવા વર્લ્ડ કપના દબાવનું પૂનરાવર્તન મુશ્કેલ છે.
ઈંગ્લેન્ડે ગત વર્ષે ઘરેલૂ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પોતાનો પ્રથમ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો. મોર્ગને કહ્યું કે, IPL ખેલાડીઓને તેમની સહજ સ્થિતિમાંથી બહાર કાઢી પ્રદર્શન કરવામાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, 2019 વર્લ્ડ કપના ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડ્રો થયો હતો. જેથી સુપર ઓવર રમાડવામાં આવી હતી. જેમાં પણ ડ્રો થતાં વધુ બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.