પોચટેફસ્ટ્રમ (દક્ષિણ આફ્રિકા) : બીજી સેમિફાઇનલમાં ગુરૂવારે બાંગ્લાદેશની ટીમે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું અને પ્રથમવખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.જ્યાં તેમનો સામનો મજબુત વિજેતા ભારત સાથે થશે. ભારતે સેમીફાઈનલમાં પાકિસ્તાનને 10 વિકેટે હાર આપી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 172 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 173 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને ભારતે સરળતાથી હાંસિલ કર્યો હતો.
-
Re-live the special moment when Bangladesh qualified for their first ever #U19CWC final 👇 #NZvBAN | #FutureStars pic.twitter.com/9djn09Q2Nm
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Re-live the special moment when Bangladesh qualified for their first ever #U19CWC final 👇 #NZvBAN | #FutureStars pic.twitter.com/9djn09Q2Nm
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020Re-live the special moment when Bangladesh qualified for their first ever #U19CWC final 👇 #NZvBAN | #FutureStars pic.twitter.com/9djn09Q2Nm
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020
સેમીફાઈનલમાં પહોચ્યાં પહેલા ભારતે શ્રીલંકા , જાપાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી ટીમને હાર આપી છે. તો બાંગ્લાદેશે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા પહેલા ઝિમ્બામ્બે, સ્કૉટલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને હાર આપી હતી. પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
9 ફેબ્રુઆરીના પોટચેફ્સ્ટ્રૂમમાં બાંગ્લાદેશનો મુકાબલો ટાઇટલના પ્રબળ દાવેદાર ભારત સામે થશે.