કોલકાતામાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચમા સટ્ટાબાજીનાં આરોપમાં 4 લોકો ધરપકડની કરવામાં આવી છે. ક્રિકેટ બેટિંગ ઍપ પર સટ્ટો રમતા હતા.
કોલકાતા જોઈન્ટ કમિશનરે(ક્રાઈમ) મુરલીધર શર્માએ જણાવ્યું કે, સટ્ટાબાજીની બાતમી મળતા, 3 લોકોની વૃદાંવન બાસાક સ્ટ્રીટ ખાતેથી શુક્રવારે રાતે ધરપકડ કરી હતી. આ લોકો બેટિંગ ઍપ પર સટ્ટો રમતા હતા.

ધરપકડ કરાયેલા લોકોમાં કુંદન સિંઘ(22), મુકેશ માળી(32) અને સંજોય સિંઘ(42) સમાવેશ થાય છે, તેમને આપેલા નિવેદનના આધારે, મોહમ્મદ સરજિલ હુસેન(22)ની પણ ન્યૂ માર્કેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તેમની પાસેથી 4 મોબાઈલ ફોન, બે પર્શનલ કોમ્પ્યુટર, આશરે 2 લાખ રૂપિયા રોકડા અને એક નોટબુક જપ્ત કરી હતી.