ETV Bharat / sports

Colombo T20: ભૂવનેશ્વરે ઝડપી 4 વિકેટ, ભારતે શ્રીલંકાને હરાવ્યું - શ્રીલંકા કંઈ સારું પ્રદર્શન ન કરી શકી

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી ટી-20 મેચમાં (India and Sri Lanka T20) ભારતે શ્રીલંકાને હરાવી 1-0થી લીડ બનાવી લીધી છે. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરી હતી. ત્યારે સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 50 રન બનાવ્યા હતા. આમ, ભારતે 20 ઓવરમાં 5 વિકેટ પર 164 રન બનાવ્યા હતા. બીજી તરફ લક્ષ્યાંકનો પીછો કરનારી શ્રીલંકા ટીમ 18.3 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

Colombo T20: ભૂવનેશ્વરે ઝડપી 4 વિકેટ, ભારતે શ્રીલંકાને હરાવ્યું

author img

By

Published : Jul 26, 2021, 9:45 AM IST

  • ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને હરાવી 1-0થી લીડ બનાવી
  • સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 50 રન બનાવ્યા હતા
  • ભૂવનેશ્વરને શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો.

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 (India and Sri Lanka T20)ની પહેલી જ મેચમાં ભારતે જીત મેળવી 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરી હતી. ત્યારે સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 50 રન બનાવ્યા હતા. આમ, ભારતે 20 ઓવરમાં 5 વિકેટ પર 164 રન બનાવ્યા હતા. બીજી તરફ લક્ષ્યાંકનો પીછો કરનારી શ્રીલંકા ટીમ 18.3 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ભૂવનેશ્વર ઉપરાંત દિપક ચહલે 2 વિકેટ લીધી હતી. જ્યારે કૃણાલ પંડ્યા, વરૂણ ચક્રવર્તી, યજુવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. ભૂવનેશ્વરને શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો.

આ પણ વાંચો- Tokyo Olympics: ભારતે મેળવી 'રોઇંગ'માં સફળતા, અર્જુન અને અરવિંદ 27 જુલાઇએ રમશે સેમિફાઇનલ

અવિષ્કા 26 જ રન બનાવી શક્યો

તો આ તરફ શ્રીલંકા કંઈ સારું પ્રદર્શન ન કરી શકી. શ્રીલંકાના મિનોદ ભાનુકા (10) અને ધનંજય ડીસિલ્વા (9) પર આઉટ થયો હતો. આ બંને બેટ્સમેનના આઉટ થયાના તરત જ અવિષ્કા ફર્નાન્ડો પણ 23 બોલ પર ત્રણ ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ચરિથ અસાલંકાએ આશેન બંડારા સાથે મળીને ઈનિંગને આગળ વધારી હતી અને બંને બેટ્સમેન વચ્ચે 4 વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી, પરંતુ આશેન (9) પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો અને આ ભાગીદારી મોટી થવા પહેલા જ તૂટી ગઈ હતી.

આ પણ વાંચો- Tokyo Olympics Day 4: ઓલિમ્પિકના ચોથા દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે તમામની નજર

અકીલા ધનંજય એક રન બનાવીને નોટઆઉટ રહ્યો

શ્રીલંકાના અસાલંકાએ 26 બોલમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે ચમીકા કરૂણારત્ને (3) સાતમા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો. શ્રીલંકાએ ફરી માત્ર ચાર રનના અંતર પર કેપ્ટન દાસુન શનાકા (16), ઈસરૂ ઉદાના (1) અને દુશમંથા ચમીરા (1)ની વિકેટ ગુમાવી અને મેચ હારી ગયા હતા. અકીલા ધનંજય એક રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ

ભારતના આ મુકાબલા માટે પૃથ્વી શૉ અને વરૂણને એકાદશમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમણે આ મેચથી ડેબ્યુ કર્યું હતું. જોકે, પૃથ્વી પોતાની પહેલી મેચમાં પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન શિખર ધવને સંજુ સેમસન સાથે મળીને ઈનિંગ સંભાળી અને બંને બેટ્સમેન વચ્ચે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યકુમારે ફરી મોરચો સંભાળી જોરદાર બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી, પરંતુ આ અડધી સદી બનાવ્યા પછી વધુ સમય ક્રિઝ પર ન ટકી શક્યો અને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ હાર્દિક (10) પણ ચમીરાના બોલ પર આઉટ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.