નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા દિલ્હીમાં પોતાના કારકિર્દીની 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યો છે. 17 ફેબ્રુઆરીએ પુજારા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ અફવાઓ ઉડી રહી છે આ મેચ પૂજારાની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ હશે.
-
#TeamIndia batter @cheteshwar1 addressing the press conference in Delhi on the eve of his 100th Test match.#INDvAUS pic.twitter.com/mSzwUdLmek
— BCCI (@BCCI) February 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TeamIndia batter @cheteshwar1 addressing the press conference in Delhi on the eve of his 100th Test match.#INDvAUS pic.twitter.com/mSzwUdLmek
— BCCI (@BCCI) February 16, 2023#TeamIndia batter @cheteshwar1 addressing the press conference in Delhi on the eve of his 100th Test match.#INDvAUS pic.twitter.com/mSzwUdLmek
— BCCI (@BCCI) February 16, 2023
અફવાઓનું ખંડન: ચેતેશ્વર પૂજારાએ અફવાઓને લઈને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું હતું. 100મી ટેસ્ટ તેના માટે મોટી ઉપલબ્ધિ હશે. આ સિવાય તેનું સપનું ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું છે. પુજારા ઈચ્છે છે કે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતીને ટાઈટલ પોતાના નામે કરે. પૂજારાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેની હવે નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી.
આ પણ વાંચો: Deepti Sharma Records : શર્માની T20I માં 100 વિકેટ પૂરી, પ્રથમ ભારતીય મહિલા ખેલાડી
નવો રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક: પૂજારા પાસે આ મેચમાં નવો રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે. પૂજારા 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે. અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારી શક્યો નથી. બીસીસીઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે. જેમાં પૂજારા પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળે છે. ચેતેશ્વર પૂજારાએ તેની 100મી ટેસ્ટ બાદ નિવૃત્તિના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું. પૂજારાનું કહેવું છે કે આ બધી અફવા છે.
આ પણ વાંચો: Test Cricket: રોહિત શર્માને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો, જ્યારે વિરાટની પીછેહઠ
પૂજારાના પ્રદર્શન પર બધાની નજર : પૂજારાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેની હવે નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી. આ સાથે પુજારાનું સપનું છે કે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી આગળ રહે. પૂજારાએ કહ્યું કે જ્યારે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ત્યારે તે 100મી ટેસ્ટ રમશે તેવું વિચાર્યું ન હતું. 100મી ટેસ્ટ તેના માટે મોટી ઉપલબ્ધિ હશે. પરંતુ હવે તેનું સમગ્ર ધ્યાન દિલ્હીમાં રમાનારી બીજી ટેસ્ટમાં પોતાના પ્રદર્શન પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં પૂજારાના પ્રદર્શન પર બધાની નજર રહેશે.