ETV Bharat / sports

અખ્તર અને કુંબલેની ક્લબમાં હવે રવીન્દ્ર, સૌથી ઓછી ઓવરમાં 7 વિકેટ લેનાર બોલર

author img

By

Published : Feb 20, 2023, 8:54 AM IST

Updated : Feb 20, 2023, 9:36 AM IST

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર તરીકે ઊભરી રહેલા ખેલાડી રવીન્દ્ર જાડેજાએ વધુ એક સિદ્ધિ મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરી ટીમ ઈન્ડિયા ફરી એકવખત ચેમ્પિયન બની છે. જેમાં બોલર તરીકે જાડેજાએ ગેમ ચેન્જર સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચમાં કાતિલ બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને રીતસરના હંફાવી દીધા હતા. પહેલી ઈનિંગમાં જ ત્રણ વિકેટ ખેરવીને જાડેજાએ પોતાનું ટેલેન્ટ બતાવી દીધું હતું. સ્પીનર તરીકે તરખાટ મચાવનાર ખેલાડીને એક મહત્ત્વની ક્લબમાં સ્થાન મળી ગયું છે.

અખ્તર અને કુંબલેની ક્લબમાં હવે રવીન્દ્ર, સૌથી ઓછી ઓવરમાં 7 વિકેટ લેનાર બોલર
અખ્તર અને કુંબલેની ક્લબમાં હવે રવીન્દ્ર, સૌથી ઓછી ઓવરમાં 7 વિકેટ લેનાર બોલર

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ વિજેતા બની છે. રવીન્દ્ર જાડેજાએ બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના સાત ખેલાડીને આઉટ કરીને પેવેલિય ભેગા કર્યા હતા. જ્યારે મેચના ત્રીજ દિવસે છ વિકેટ ખેરવી હતી. શનિવારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યા બાદ મેચનું પાસું પલટી ગયું હતું. ખાસ વાત એ છે કે, જાડેજાની સાતમાંથી પાંચ વિકેટ ડાયરેક્ટ સ્ટંપ પર હતી. ક્લિન બોલ્ડ કરી બેટ્સમેનને રન કરતા અટકાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 21 વર્ષમાં પહેલી વખત આવું બન્યું છે.

પાંચ ક્લિન બોલ્ડઃ ટેસ્ટ ક્રિકેટમાં ઘણી વખત એવું બન્યું છે કે, પાંચ બેટ્સમેન ક્લિનબોલ્ડ થયા હોય. આ સિદ્ધિ રવીન્દ્ર જાડેજાના નામે લખાઈ છે. આ પહેલા પાકિસ્તાનના ખેલાડી અખ્તરે આ જાદુ કર્યો હતો. તેણે વર્ષ 2002માં ન્યૂઝીલેન્ડના પાંચ ખેલાડીને આઉટ કરી દીધા હતા.

જાડેજાનું નામઃ એ પછી વર્ષ 1992માં અનિલ કુંબલેએ આ સફળતા પ્રાપ્ત કરી હતી. આ યાદીમાં હવે રવીન્દ્ર જાડેજાનું નામ સામિલ થઈ ગયું છે. કુલ 62 ટેસ્ટ મેચમાં રવીન્દ્ર જાડેજાની 259 વિકેટ થઈ ગઈ છે. સૌથી વધારે વિકેટ લેવાના સ્કોરમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી જેસન ગિલેસ્પી તથા જોએલ ગાર્નરની સમકક્ષ તે થઈ ગયો છે.

ઓછી ઓવરમાં વધુ વિકેટઃ રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ખરા અર્થમાં એક ઈતિહાસ બનાવી દીધો છે. જેને નજીકના ભવિષ્યમાં રેકોર્ડ બ્રેક કરવો કઠિન છે. રવીન્દ્ર જાડેજાએ સૌથી ઓછી ઓવરમાં સાત વિકેટ ખેરવી છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઈનિંગમાં 12.1 ઓવરમાં 7 વિકેટ ખેરવી હતી. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના બોલર અશ્વિનના નામે રહ્યો હતો.

સાત વિકેટઃ તેણે વર્ષ 2016માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 13.5 ઓવરમાં સાત વિકેટ ખેરવી નાંખી હતી. ઈરફાન પઠાણે પણ પોતાની કરિયરમાં 13.5 ઓવરમાં સાત વિકેટ ખેરવી નાંખી હતી. જાડેજાના જાદુને કારણે ટીમ ઈન્ડિયાએ ત્રણ દિવસમાં મેચને પરિણામ સુધી પહોંચાડી દીધી છે. 2-0થી સીરિઝ પર ટીમ ઈન્ડિયા પોતાનું નામ લખી નાંખ્યું છે.

એક સેશનમાં 9 વિકેટઃ જાડેજાની ધારદાર બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો ધબકડો થયો હતો. એક જ સેશનમાં 9 વિકેટ ખેરવી નાંખતા બીજી ટેસ્ટ મેચ ત્રીજા જ દિવસે પરિણામ સુધી પહોંચી ગઈ હતી. પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાડેજા ઈનિંગમાં સાત અને મેચમાં કુલ 10 વિકેટ ખેરવી હતી. ભારતીય ક્રિકેટ ટીમે 115 રનના ટાર્ગેટને 24.6 ઓવરમાં પાર કરી લેતા માત્ર ચાર વિકેટનું નુકસાન કર્યું હતું. બીજી તરફ ચેતેશ્વર પૂજારાએ પોતાની 100મી ટેસ્ટમાં વિનિંગ ફોર ફટાકરી હતી.

Last Updated : Feb 20, 2023, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.