- ભારત ઈંગ્લેન્ડ વચ્ચે થનારી ટેસ્ટ સિરીઝ (Ind-Eng Test Series) પહેલા ભારતને ઝટકો
- યુકેમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના 2 ક્રિકેટર થયા કોરોના સંક્રમિત
- ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બંને ટીમ વચ્ચે રમાશે ટેસ્ટ મેચ
નવી દિલ્હીઃ ઓગસ્ટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ (Ind-Eng Test Series) પહેલા ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમને (Indian Cricket Team) ઝટકો લાગ્યો છે. કારણ કે, ભારતીય ટીમના 2 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. જોકે, આ ખેલાડીઓને અત્યારે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેઓ ઓટોસિમ્પ્ટોમેટિક (asymptomatic) જણાયા હતા. સમાચાર એજન્સી PTIના જણાવ્યાનુસાર, કોરોના સંક્રમિત ખેલાડીઓ હવે ડરહમનો પ્રવાસ નહીં કરી શકે. ભારતીય ટીમ આજે બપોરે ડરહમમાં જઈ રહી છે.
-
COVID-19: Two Indian cricketers tested positive in UK, one still in isolation but asymptomatic
— ANI Digital (@ani_digital) July 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/R4hL96y4rQ pic.twitter.com/P41Woi029x
">COVID-19: Two Indian cricketers tested positive in UK, one still in isolation but asymptomatic
— ANI Digital (@ani_digital) July 15, 2021
Read @ANI Story | https://t.co/R4hL96y4rQ pic.twitter.com/P41Woi029xCOVID-19: Two Indian cricketers tested positive in UK, one still in isolation but asymptomatic
— ANI Digital (@ani_digital) July 15, 2021
Read @ANI Story | https://t.co/R4hL96y4rQ pic.twitter.com/P41Woi029x
આ પણ વાંચો- ભારત માટે ચેમ્પીયનશીપનો બેલ્ટ લાવવો એ મારૂ સ્વપ્ન છે : રીતુ ફોગાટ
કોરોના સંક્રમિત ખેલાડીઓનો 18 જુલાઈએ ફરી કોરોના રિપોર્ટ કરાશે
આ અંગે મળતી માહિતી અનુસાર, કોરોના પોઝિટિવ ભારતીય ક્રિકેટર્સને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓ ઓટો ઓટોસિમ્પ્ટોમેટિક (asymptomatic) જણાયા હતા. ખેલાડીઓનો ફરી કોરોના રિપોર્ટ 18 જુલાઈએ કરવામાં આવશે. કારણ કે, રવિવારે આ ક્રિકેટર્સના આઈસોલેશનના (Isolation) 10 દિવસ પૂરા થાય છે.
કોરોનાના વધતા કેસ અંગે BCCIના સચિવે ચેતવણી આપી
આ સમાચાર BCCIના સચિવ જય શાહ દ્વારા હાલમાં જ યુનાઈટેડ કિંગ્ડમ (UK)માં ભારતીય દળના એક ઈમેલ મોકલ્યા પછી આવી છે, જેમાં કોરોનાના વધતા કેસ અંગે ચેતાવણી આપવામાં આવી છે. આગામી મહિનામાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની પહેલી ટીમને ડરહમમાં બાયોબબલમાં ફરી એકત્રિત થવું પડશે.