ETV Bharat / sports

BCCI ખેલ રત્ન માટે મિતાલી રાજ અને અશ્વિનના નામની ભલામણ કરશે, જાણો અત્યાર સુધીમાં કેટલા ક્રિકેટરને મળ્યો છે આ એવોર્ડ - ખેલ રત્ન વિજેતા

BCCI ના એક અધિકારીએ બુધવારે જણાવ્યં હતું કે, અર્જુન એવોર્ડ માટે કોઈ પણ મહિલા ક્રિકેટર(Women cricketers)ના નામની ભલામણ કરવામાં આવી નથી. પરંતુ રાજીવ ગાંધી ખેલ રત્ન(Rajiv Gandhi Khel Ratna) માટે મિતાલીના નામની ભલામણ કરવામાં આવી છે.

BCCI ખેલ રત્ન માટે મિતાલી રાજ અને અશ્વિનના નામની ભલામણ કરશે

author img

By

Published : Jun 30, 2021, 4:20 PM IST

  • ખેલ રત્ન એવોર્ડ માટે મિતાલી રાજ અને અશ્વિનના નામની ભલામણ
  • ગત વર્ષે રોહિત શર્માને આપવામાં આવ્યો હતો ખેલ રત્ન
  • રાજીવ ગાંધી ખેલ રત્ન દેશનો સર્વોચ્ચ ખેલ સમ્માન

નવી દીલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ દેશના સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મહિલા ક્રિકેટની લિજેન્ડ મિતાલી રાજ( Mithali Raj ) અને ભારતના પુરૂષ ટીમના ટોચના સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન( Ravichandran Ashwin )ના નામની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે.

અર્જુન એવોર્ડ માટે આ ખલાડીઓના નામ મોકલાશે

અર્જુન એવોર્ડ(Arjun Award) માટે ક્રિકેટ બોર્ડ વરિષ્ઠ બેટ્સમેન શિખર ધવન, લોકેશ રાહુલ અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહનાં નામ મોકલશે. ગયા વર્ષે ધવનના નામની અવગણના કરવામાં આવી હતી.

અર્જુન એવોર્ડ માટે કોઈ પણ મહિલા ક્રિકેટરના નામની ભલામણ કરવામાં આવી નથી

BCCI ના એક અધિકારીએ બુધવારે જણાવ્યં હતું કે, અર્જુન એવોર્ડ માટે કોઈ પણ મહિલા ક્રિકેટરના નામની ભલામણ કરવામાં આવી નથી. પરંતું ખેલ રત્ન માટે મિતાલી ( Mithali Raj )ના નામની ભલામણ કરવામાં આવી છે. ખેલ મંત્રાલય દ્વારા નિમાયેલી પેનલ ઓલિમ્પિક વર્ષમાં એવોર્ડ માટે મિતાલીની પસંદગી કરે છે કે કેમ તે જોવું રહ્યું.
મિતાલી રાજ વન-ડેમાં સૌથી સફળ મહિલા ક્રિકેટર

મિતાલી( Mithali Raj )એ ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કર્યા હતા. આ 38 વર્ષીય ખેલાડીએ સાત હજારથી વધુ રન સાથે વન-ડેમાં સૌથી સફળ મહિલા ક્રિકેટર છે.

આ પણ વાંચોઃ ટી-20 વિશ્વ કપની તારીખ જાહેર, જાણો ક્યારે અને ક્યા રમાશે

અશ્વિને ભારતની ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કર્યુ છે

મિતાલીની જેમ અર્જુન એવોર્ડ મેળવાનારા ખેલાડી અશ્વિને ( Ravichandran Ashwin ) પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. અશ્વિને 79 ટેસ્ટ મેચમાં 413 વિકેટ ઝડપવાની સાથે વન-ડે અને ટી-20 આંતરરાષ્ટ્રિય મેચોમાં અનુક્રમે 150 અને 42 વિકેટ ઝડપી છે.

ધવન અર્જુન એવોર્ડનો પ્રબળ દાવેદાર

શ્રિલંકામાં આગામી દિવસોમાં રમાનારી મર્યાદિત ઓવરોની શ્રેણીમાં શીખર ધવન( Shikhar Dhawan ) ભારતીય ટીમની કપ્તાન પદ સંભાળશે અને ધવન અર્જુન એવોર્ડ( Arjun Award )નો પ્રબળ દાવેદાર છે. ધવને 142 વન-ડે મેચમાં 5977 રન બનાવ્યાં છે. સાથે સાથે ટેસ્ટ ક્રિકેટ અને ટી-20 મેચોમાં ભારત તરફથી અનુક્રમે 2315 અને 1673 રન બનાવ્યાં છે.

જાણો અત્યાર સુધીમાં કેટલા ક્રિકેટરોને અપાયો છે રાજીવ ગાંધી ખેલ રત્ન

ખેલાડીનું નામવર્ષ
સચિન તેન્દુલકર 1997/98
મહેન્દ્ર સિંહ ધોની 2007
વિરાટ કોહલી 2018
રોહિત શર્મા2020

પૂર્વ વડાપ્રધાનની યાદમાં વર્ષે 1991-92માં આ એવોર્ડની શરૂઆત કરાઈ હતી

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી( Former Prime Minister Rajiv Gandhi )ના નામ પરથી આ એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કાર કોઈ ખેલાડીના આંતરરાષ્ટ્રીય સ્તર પર છેલ્લા ચાર વર્ષની અંદરના પોતાના પ્રદર્શનના આધાર પર આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના પૂર્વ વડાપ્રધાનની યાદમાં વર્ષે 1991-92માં કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભારતમાં નહીં હવે UAEમાં રમાશે ટી 20 વર્લ્ડ કપ 2021

અત્યાર સુધીમાં 4 ક્રિકેટરોને આ એવોર્ડ આપવામાં આવ્યો

આ એવોર્ડ સૌથી પહેલા ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને વર્ષ 1991-92માં આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 4 ક્રિકેટરોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સચિન તેન્દુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાત કોહલી અને રોહિત શર્માને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગત વર્ષ 2020માં આ એવોર્ડ ભારતના ઓપનર બેટ્સમેન રોહિત શર્માને આપવામાં આવ્યો હતો. 2020માં ઈતિહાસમાં પ્રથમ વાર એક સાથે 5 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. રોહિત શર્મા સિવાય મહિલા રેશલર વિનેશ ફોગાટ, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને પેરા એથલીટ મરિયપ્પન થેંગાવેલૂને ખેલ રત્ન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.