અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. આ શાનદાર મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલા 241 રનના ટાર્ગેટને 43 ઓવરમાં 4 વિકેટના નુકસાને 241 રન બનાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.
-
1987 🏆 1999 🏆 2003 🏆 2007 🏆 2015 🏆 2️⃣0️⃣2️⃣3️⃣ 🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
𝙰𝚄𝚂𝚃𝚁𝙰𝙻𝙸𝙰 𝙰𝚁𝙴 #𝙲𝚆𝙲𝟸𝟹 𝙲𝙷𝙰𝙼𝙿𝙸𝙾𝙽𝚂 🎉 pic.twitter.com/YV19PzpV1n
">1987 🏆 1999 🏆 2003 🏆 2007 🏆 2015 🏆 2️⃣0️⃣2️⃣3️⃣ 🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023
𝙰𝚄𝚂𝚃𝚁𝙰𝙻𝙸𝙰 𝙰𝚁𝙴 #𝙲𝚆𝙲𝟸𝟹 𝙲𝙷𝙰𝙼𝙿𝙸𝙾𝙽𝚂 🎉 pic.twitter.com/YV19PzpV1n1987 🏆 1999 🏆 2003 🏆 2007 🏆 2015 🏆 2️⃣0️⃣2️⃣3️⃣ 🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023
𝙰𝚄𝚂𝚃𝚁𝙰𝙻𝙸𝙰 𝙰𝚁𝙴 #𝙲𝚆𝙲𝟸𝟹 𝙲𝙷𝙰𝙼𝙿𝙸𝙾𝙽𝚂 🎉 pic.twitter.com/YV19PzpV1n
છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો: આ રીતે ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો. તે જ સમયે, ટીમ ઈન્ડિયા તેમજ 140 કરોડ દેશવાસીઓનું ચમકદાર ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું.
ભારતીય ટીમના ચાહકોને આશા હતી કે: ટીમ ઈન્ડિયાએ વર્તમાન વર્લ્ડ કપમાં તેની તમામ 10 મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એકમાત્ર લીગ મેચમાં પણ તેણે 6 વિકેટે મોટી જીત નોંધાવી હતી. ભારતીય ટીમના ચાહકોને આશા હતી કે આ વખતે તેઓ નિરાશ નહીં થાય અને ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ પર કબ્જો કરશે. પરંતુ, કાંગારૂઓએ ફાઈનલ મેચમાં રમતના દરેક વિભાગમાં ટીમ ઈન્ડિયા કરતા વધુ સારું પ્રદર્શન કરીને તેના ઈરાદા બગાડ્યા હતા.
-
The winning moment 🤩 🇦🇺#CWC23 #INDvAUS pic.twitter.com/6p4R3g7H2o
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The winning moment 🤩 🇦🇺#CWC23 #INDvAUS pic.twitter.com/6p4R3g7H2o
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023The winning moment 🤩 🇦🇺#CWC23 #INDvAUS pic.twitter.com/6p4R3g7H2o
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023
ટ્રેવિસ હેડ અને લાબુશેને 192 રનની ભાગીદારી: આ શાનદાર મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત કરતાં ચડિયાતી સાબિત થઈ હતી. પ્રથમ, બોલરો અને ફિલ્ડરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયાને મજબૂત બેટિંગ લાઇન-અપ સાથે 240 રનના સ્કોર પર આઉટ કરી દીધી. ત્યારબાદ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને 192 રનની ભાગીદારી કરીને મેચ ભારતની પકડમાંથી છીનવી લીધી હતી.
-
What a knock! #CWC23 pic.twitter.com/lY4NS1kPgL
— cricket.com.au (@cricketcomau) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a knock! #CWC23 pic.twitter.com/lY4NS1kPgL
— cricket.com.au (@cricketcomau) November 19, 2023What a knock! #CWC23 pic.twitter.com/lY4NS1kPgL
— cricket.com.au (@cricketcomau) November 19, 2023
ટ્રેવિસ હેડનું શતક: ઓપનર હેડે 120 બોલમાં 137 રનની શાનદાર સદી રમી હતી. આ ઇનિંગમાં તેણે 15 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનાર તે 7મો ખેલાડી બન્યો હતો. લાબુશેન પણ 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ બંનેએ પોતાની ટીમને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: