ETV Bharat / sports

Meg Lanning Record : T20 ક્રિકેટમાં મેગ લૈનિંગ બની સૌથી સફળ કેપ્ટન, બનાવ્યો ખાસ રેકોર્ડ

author img

By

Published : Feb 27, 2023, 3:35 PM IST

ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લૈનિંગે ICC T20 ક્રિકેટમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મેગ લૈનિંગ સૌથી સફળ કેપ્ટન બની ગઈ છે. જાણો મેગ લૈનિંગની ક્રિકેટ કારકિર્દી વિશે.

Most successful Women Captain
Most successful Women Captain

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની કેપ્ટન મેગ લૈનિંગે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. મેગ લૈનિંગની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયા મહિલા T20 વર્લ્ડ કપ 2023ની 8મી સિઝન જીતીને 6મી વખત ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતીને બીજી વખત હેટ્રિક નોંધાવી છે અને મેગ લૈનિંગની કેપ્ટન્સીમાં આ ટીમની પ્રથમ હેટ્રિક હશે.

મેગ લૈનિંગનો રેકોર્ડ શાનદાર: T20 ઈન્ટરનેશનલ મેન્સ અને વિમેન્સ ક્રિકેટર્સમાં હજુ સુધી કોઈ પણ આવું કરી શક્યું નથી. પરંતુ મેગ લેનિંગે કેપ્ટન તરીકે પોતાની 100 T20 ઈન્ટરનેશનલ મેચ પૂરી કરી છે. ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટનશિપમાં મેગ લૈનિંગનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. મેગ લૈનિંગ 2014 થી 2023 દરમિયાન રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન રહી છે. આ દરમિયાન ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: Womens T20 WC Winner: વર્લ્ડ કપ જીતવા બદલ ઓસ્ટ્રેલિયા ટીમને કેટલી ઈનામી રકમ મળી જાણો.....

સૌથી સફળ કેપ્ટન: ICC T20 ક્રિકેટની 100 મેચોમાં સુકાની તરીકે ઓસ્ટ્રેલિયાએ લગભગ 76 મેચ જીતી છે. આ કારણે મેગ લૈનિંગ સૌથી સફળ કેપ્ટન બની ગઈ છે. 100 T20 મેચોમાંથી મેગ લૈનિંગને 18 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે આ 100 મેચોમાંથી 5 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું અને બાકીની એક મેચ બરાબર રહી હતી.

આ પણ વાંચો: Womens Premier League 2023: સૌથી મોંઘી ખેલાડીઓ પર રહેશે સૌની નજર, બનાવી શકે છે મોટા રેકોર્ડ

કેપ્ટન હરમનપ્રીત કૌર બીજા નંબરે: મેગ લૈનિંગની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમની T20 ઈન્ટરનેશનલ મેચ જીતવાની સરેરાશ 80.52 ટકા છે. આ મામલામાં બીજા નંબર પર ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આવે છે. હરમનપ્રીતે 2012 થી 2023 દરમિયાન ICC T20 ક્રિકેટમાં 96 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. આ 96 મેચોમાંથી ટીમ ભારતે 54 મેચ જીતી છે. જ્યારે 37 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય 96 T20 ઇન્ટરનેશનલ મેચોમાંથી 5 મેચનું પરિણામ આવ્યું નથી. આ સાથે જ એક મેચ બરોબર રહી હતી. ટીમ ઈન્ડિયાની ICC T20 મેચોની જીતની ટકાવારીની વાત કરીએ તો તે 59.23 રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.