- ભારતીય ટીમને શાનદાર શરૂઆત
- ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી
- ઓસ્ટ્રેલિયાને સંકટ માંથી કોણે બહાર કાઢ્યું
ન્યુઝ ડેેેસ્ક: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 274 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે મુનીના 12 ચોગ્ગાની મદદથી 133 બોલમાં અણનમ 125 રનના આધારે 50 ઓવરમાં પાંચ વિકેટે 275 રન બનાવીને મેચ જીતી લીધી છે.
ભારત તરફથી ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને એક -એક વિકેટ મળી છે. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી અને તેણે પહેલી જ ઓવરમાં એલિસા હીલી (0) ની વિકેટ ગુમાવી દીધી હતી. થોડા જ સમયમાં કેપ્ટન લેનિંગ (6) પણ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને એલિસ પેરી (2) અને એશ્લે ગાર્ડનર (12) ના રૂપમાં ચોથો ફટકો મળ્યો, આ સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ મુનીએ તાહલિયા મેકગ્રા સાથે મળીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું.
મુની અને મેકગ્રાએ પાંચમી વિકેટ માટે 126 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાં ધકેલ્યું બનાવ્યું હતું. દીપ્તિએ મેકગ્રાને આઉટ કરીને આ ભાગીદારી તોડી નાખી હતી, જેમણે 77 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. પછી મૂનીએ નિકોલા કેરી સાથે આગળ વધ્યું અને મેચને છેલ્લી ઓવર સુધી લઈ ગયા.
ઓસ્ટ્રેલિયાને જીતવા માટે એક બોલ પર ત્રણ રનની જરૂર
ઓસ્ટ્રેલિયાને જીતવા માટે એક બોલ પર ત્રણ રનની જરૂર હતી, પરંતુ ઝુલાએ નો બોલ ફેંક્યો અને ઓસ્ટ્રેલિયાને એક રન મળ્યો. આ પછી, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે એક બોલમાં બે રનની જરૂર હતી અને તેણે લક્ષ્ય હાંસલ કર્યા બાદ મેચ જીતી લીધી. કેરીએ 38 બોલમાં 39 રન બનાવી બે ચોગ્ગાની મદદથી અણનમ રહી.
અગાઉ ઓપનર સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને સોફી મોલિનેક્સે શફાલી (22) ને આઉટ કરીને તોડી નાખી હતી. આ પછી, ભારતે ઝડપથી કેપ્ટન મિતાલી રાજ (8) અને યાસ્તિકા ભાટિયા (3) ની વિકેટ ગુમાવી હતી.
મંધાનાએ રુચા ઘોષે ટીમને દબાણમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો
વિકેટકીપર મંધાનાએ રુચા ઘોષ સાથે મળીને ઇનિંગનું નેતૃત્વ કર્યું અને બંનેએ ચોથી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી અને ટીમને દબાણમાંથી બહાર કાઢી હતી. મંધાના એક સદી ચૂકી ગઈ અને 94 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 86 રન બનાવી આઉટ થઈ ગઈ. આ પછી, 50 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા બાદ રિચા પાંચમા બેટ્સમેન તરીકે પણ આઉટ થઈ ગઈ.
ત્યારબાદ દીપ્તિ (23) અને પૂજા (29) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા, જ્યારે ઝુલન 25 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 28 રન બનાવી અણનમ રહી. ઓસ્ટ્રેલિયા માટે મેકગ્રાએ ત્રણ, મોલિનેક્સ બે, જ્યારે ડાર્સી બ્રાઉને એક વિકેટ લીધી છે.
આ પણ વાંચોઃ નવસારીની રેબેકા પઢીયારની ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં મહિલાઓ હવે કોઈ પણ રમત નહીં રમી શકે, તાલિબાનીઓએ લગાવ્યો પ્રતિબંધ