કોલંબો: પાકિસ્તાનને 228 રનના વિશાળ માર્જિનથી હરાવ્યા બાદ, આજે ભારત અને શ્રીલંકા કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે મેચ શરૂ થશે. બંને ટીમો એશિયા કપના ODI ફોર્મેટમાં 20મી વખત એકબીજા સામે રમશે. સુપર-4 તબક્કામાં ભારતની આ બીજી મેચ છે. ભારતે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 228 રનથી જીત મેળવી હતી. શ્રીલંકાની ટીમે તેના સુપર-4ની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું.
કોણ છે આગળ પાછળઃ પાકિસ્તાન સામે ભારતની 228 રનની જોરદાર જીતથી તે નંબર વન પર પહોંચી ગયું છે. ભારતે માત્ર એક જ મેચ રમી છે અને તેની પાસે +4.560 નો NRR છે. અગાઉ સુપર 4માં બાંગ્લાદેશને હરાવીને શ્રીલંકા બીજા સ્થાને છે. તેનો NRR +0.420 છે. બીજી તરફ, પાકિસ્તાન તેનો NRR ઘટીને -1.892 સાથે ત્રીજા સ્થાને છે.
કેવું રહેશે હવામાનઃ આજે 81 ટકા ભેજ અને 19 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ભારતની સંભવિત ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રીલંકાના સંભવિત ટીમઃ દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલાલાગે, મહિષ થેકશાના, કાસુન રાજીથા.
આ પણ વાંચોઃ
- India vs Pakistan Asia Cup 2023: પાકિસ્તાન સામે સૌથી મોટી જીત, એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું
- MS Dhoni Spotted Playing Golf : મહેન્દ્ર સિંહ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા, તસવીર થઈ વાયરલ
- Australia World Cup Squad Announced: વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડી માર્નસ લાબુશેનની બાદબાકી