- ભારતીય બેટ્સમેન શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે તલાક
- લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડાનો આ નિર્ણય ઘણો જ ચોંકાવનારો
- આયશાએ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલીટ કરી
મુંબઇ: ભારતીય બેટ્સમેન શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે તલાક થઈ ગયા છે. આયશાએ આ અંગેની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટની મદદથી આપી છે. 2012માં ધવન અને આયશા લગ્ન બંધનમાં બંધાયા હતા અને 2014માં આ જોડીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. લગ્નના 9 વર્ષ બાદ છૂટાછેડાનો આ નિર્ણય ઘણો જ ચોંકાવનારો છે. જો કે આ મુદ્દે ધવનનું હજુ સુધી કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ પહેલાં રિપોર્ટ આવ્યા હતા કે શિખર અને આયશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતા. એટલું જ નહીં આયશાએ શિખરની તમામ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલીટ કરી દીધા હતા.
ધવને છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
ધવને છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. તેણે ન તો કોઈ નિવેદન જારી કર્યું છે અને ન તો સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી છે. આ અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે શિખર અને આયેશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં, આયેશાએ તેના ફીડમાંથી શિખરની તમામ તસવીરો પણ ડિલિટ કરી નાખી છે.
આ પણ વાંચો: આમિર ખાન અને કિરણે 15 વર્ષ બાદ લીધા છૂટાછેડા
લગ્ન બાદ ધવને કરેલી આયેશા અંગેની વાતો
ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને જ્યારે પોતાનાથી 10 વર્ષ મોટી આયશા સાથે લગ્ન કર્યા હતા ત્યારે ઘણાં લોકોએ આ સંબંધ અંગે ચર્ચા કરી હતી. જો કે ધવનના પરિવારે તેનો સાથ આપ્યો હતો. ધવને અનેક વખત આ અંગે વાત કરી છે કે આયશા સાથે લગ્ન પછી તેમના જીવનમાં બદલાવ આવ્યો છે. તે અનેક વખત કહી ચુક્યો છે કે આયશાને મળ્યા બાદ તે એક વ્યક્તિ અને એક ક્રિકેટર તરીકે કેવી રીતે અને ઘણો બદલાયો છે.
આયશાએ તલાક અંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું
પશ્ચિમ બંગાળની આયશાએ તલાક અંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "એક વખત તલાક થઈ ચુક્યા છે અને લાગી રહ્યું હતું કે બીજી વખત ઘણું બધું દાંવ પર લાગેલું હતું. મારે ઘણું બધું પુરવાર કરવાનું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તો તે વાત ઘણી જ ડરાવનારી હતી. મેં વિચાર્યું હતું કે તલાક એક ખરાબ શબ્દ છે તેમ છતાં મારા બે વખત તલાક થઈ ગયા. સૌથી સારી વાત એ છે કે શબ્દોના કેટલાં શક્તિશાળી અર્થ અને સંબંધ હોય છે. મેં છૂટાછેડા લઈને આ અનુભવ કર્યો. પહેલી વખત જ્યારે મારા તલાક થયા ત્યારે હું ઘણી જ ડરી ગઈ હતી. મને લાગતું હતું કે હું નિષ્ફળ થઈ ગઈ છું અને તે સમયે હું ઘણી ભૂલો કરતી હતી. મને લાગ્યું કે જાણે મેં બધાને નીચા જોવાપણું કર્યું છે અને સ્વાર્થી છું તેવું પણ લાગ્યું. મને લાગતું હતું કે હું મારા માતા-પિતાને નિરાશ કરી રહી છું. મને લાગ્યું કે હું મારા બાળકોને નીચા દેખાડી રહી છું અને કેટલીક હદે તો મને લાગ્યું કે મેં ભગવાનનું પણ અપમાન કર્યું છે. તલાક ઘણો જ ખરાબ શબ્દ હતો."
આ પણ વાંચો:પાતાલ લોક વિવાદ: ભાજપના ધારાસભ્યએ કહ્યું, વિરાટ અનુષ્કાને છૂટાછેડા આપે
ધવને છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
ધવને છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. તેણે ન તો કોઈ નિવેદન જારી કર્યું છે અને ન તો સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી છે. આ અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે શિખર અને આયેશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં, આયેશાએ તેના ફીડમાંથી શિખરની તમામ તસવીરો પણ ડિલિટ કરી નાખી છે.