- ભારતિય ક્રિકેટ ટીમના 4 સભ્યો કોરોના પોઝિટિવ
- હોટલના 4 અલગ-અલગ રૂમમા આઈસોલેટ કરવામાં આવ્યા
- ખેલાડીઓને મેદાન પર જવાની પરવાનગી નહી મળે
દિલ્હી: ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ સહિત નિયમિત ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. ટીમ ઈન્ડીયાના બધા સભ્યો સહિત સ્ટાફનો શનિવારે નિયમિત થતો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 4 લોકો કોરોનો પોઝિટિવ મળી આવ્યા હતા. જે આ ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હતા તેમને મેદાન પર જવાની પરવાનગી મળી હતી. શુક્રવારે કોઈ પણ ખેલાડી સંક્રમિત નહોતુ આવ્યું. બેટીંગ કોચ વિક્રમ રાઠોડ અને બાકી બીજા ઉપલબ્ધ સભ્ય ટીમની મદદ માટે હાજર રહેશે.
આ પણ વાંચો : સુરતથી બિહાર માટે પહેલી ટેક્સટાઇલ સ્પેશિયલ ટ્રેન રવાના, કાપડ બજારને થશે ફાયદો
બધા ખેલાડીઓ સહિત સ્ટાફના તમામ લોકોનો શનિવારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને સંક્રમીત થતા તેઓને હોટલના 4 અલગ-અલગ રૂમમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે, હાલમાં તેઓ ટીમ સાથે મેદાનમાં નહીં જઈ શકે.