લંડનઃ ઈંગ્લેન્ડ સુકાની બેન સ્ટોક્સના ધમાકેદાર 155 રન છતાં યજમાન ઈંગ્લેન્ડ રવિવારે અહીં લોર્ડ્સમાં બીજી એશિઝ ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયા સામે 43 રને હારી ગયું હતું. ઈંગ્લેન્ડને જીતવા માટે બીજા દાવમાં 371 રન બનાવવાના હતા, પરંતુ તેની આખી ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી. યજમાન ટીમે તેની છેલ્લી 4 વિકેટ માત્ર 26 રનમાં ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની 7મી વિકેટ બેન સ્ટોક્સના રૂપમાં 301 રન પર પડી હતી.
-
A gutting end to another sensational Test match...
— England Cricket (@englandcricket) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia lead 2️⃣-0️⃣ in the series.#EnglandCricket | #Ashes pic.twitter.com/doJmO5VWmG
">A gutting end to another sensational Test match...
— England Cricket (@englandcricket) July 2, 2023
Australia lead 2️⃣-0️⃣ in the series.#EnglandCricket | #Ashes pic.twitter.com/doJmO5VWmGA gutting end to another sensational Test match...
— England Cricket (@englandcricket) July 2, 2023
Australia lead 2️⃣-0️⃣ in the series.#EnglandCricket | #Ashes pic.twitter.com/doJmO5VWmG
જોની બેયરસ્ટો વિવાદાસ્પદ રીતે આઉટ: ઇંગ્લેન્ડે છેલ્લા દિવસે 114/4ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સ્ટોક્સ અને બેન ડકેટ (83)એ 63 રન ઉમેર્યા હતા. સવારના સત્રના પ્રથમ કલાકના અંત પછી સ્ટોક્સ જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. જોની બેયરસ્ટો વિવાદાસ્પદ સંજોગોમાં 10 રન બનાવીને રનઆઉટ થયો હતો. બાઉન્સરને ટાળતી વખતે તે ક્રિઝની બહાર ગયો અને વિકેટકીપર એલેક્સ કેરીએ તક જોઈને બોલને સ્ટમ્પ પર ફેંકી દીધો. તે સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 193 રન હતો. આ પછી સ્ટોક્સે 3 શાનદાર છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી અને 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડની બીજી મોટી જીતની આશા જીવંત રાખી હતી.
-
A hard-fought win 💪
— ICC (@ICC) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia overcome brilliant Ben Stokes to go 2-0 up in the #Ashes ✌#WTC25 | #ENGvAUS 📝: https://t.co/liWqlPCKqn pic.twitter.com/Zc2cyOsrBw
">A hard-fought win 💪
— ICC (@ICC) July 2, 2023
Australia overcome brilliant Ben Stokes to go 2-0 up in the #Ashes ✌#WTC25 | #ENGvAUS 📝: https://t.co/liWqlPCKqn pic.twitter.com/Zc2cyOsrBwA hard-fought win 💪
— ICC (@ICC) July 2, 2023
Australia overcome brilliant Ben Stokes to go 2-0 up in the #Ashes ✌#WTC25 | #ENGvAUS 📝: https://t.co/liWqlPCKqn pic.twitter.com/Zc2cyOsrBw
-
A 2-0 lead to cherish 🤩 #Ashes #WTC25 pic.twitter.com/rIIUh0KXtp
— ICC (@ICC) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A 2-0 lead to cherish 🤩 #Ashes #WTC25 pic.twitter.com/rIIUh0KXtp
— ICC (@ICC) July 2, 2023A 2-0 lead to cherish 🤩 #Ashes #WTC25 pic.twitter.com/rIIUh0KXtp
— ICC (@ICC) July 2, 2023
-
A champion innings.
— England Cricket (@englandcricket) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Played in a way and a spirit to be proud of, as always 👏@BenStokes38 | #Ashes pic.twitter.com/15xAkqx57W
">A champion innings.
— England Cricket (@englandcricket) July 2, 2023
Played in a way and a spirit to be proud of, as always 👏@BenStokes38 | #Ashes pic.twitter.com/15xAkqx57WA champion innings.
— England Cricket (@englandcricket) July 2, 2023
Played in a way and a spirit to be proud of, as always 👏@BenStokes38 | #Ashes pic.twitter.com/15xAkqx57W
ઓસ્ટ્રેલિયા 2-0થી આગળ: ઓસ્ટ્રેલિયન ટીમમાં નાથન લિયોનની ગેરહાજરી સ્પષ્ટ દેખાતી હતી. હેઝલવુડે સ્ટોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડની સાતમી વિકેટની 108 રનની ભાગીદારીને તોડીને સ્ટોક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી ઈંગ્લેન્ડના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને આખી ટીમ 81.3 ઓવરમાં 327 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સતત 2 મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ 5 મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝ જીતવાની આશા જાળવી રાખવા માટે ઈંગ્લેન્ડે હવે ગુરુવારથી હેડિંગ્લેમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ જીતવી પડશે.
આ પણ વાંચો: