નવી દિલ્હીઃ વર્ષ 2024માં T-20 વર્લ્ડ કપનું પણ આયોજન થવાનું છે. આવતા વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાનારી આ ઈવેન્ટ માટે ચિત્ર લગભગ સ્પષ્ટ છે. આ વર્લ્ડ કપ નવા ફોર્મેટ સાથે આવશે. આ વર્લ્ડ ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. T-20 વર્લ્ડ કપ 2024 માટેની ક્વોલિફાયર મેચો પણ આજે પૂરી થઈ ગઈ છે.
-
The format for T20 World Cup 2024:
— Johns. (@CricCrazyJohns) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🏏 20 Teams
⭐ 5 teams divided into 4 groups
👊 Top 2 teams from each group qualify into Super 8
🤝 Teams in Super 8 will be divided into 2 Groups
💪 2 Teams from each group of Super 8 will qualify into Semis
A cracking World Cup on the way. pic.twitter.com/Xpb2MRVr4X
">The format for T20 World Cup 2024:
— Johns. (@CricCrazyJohns) November 30, 2023
🏏 20 Teams
⭐ 5 teams divided into 4 groups
👊 Top 2 teams from each group qualify into Super 8
🤝 Teams in Super 8 will be divided into 2 Groups
💪 2 Teams from each group of Super 8 will qualify into Semis
A cracking World Cup on the way. pic.twitter.com/Xpb2MRVr4XThe format for T20 World Cup 2024:
— Johns. (@CricCrazyJohns) November 30, 2023
🏏 20 Teams
⭐ 5 teams divided into 4 groups
👊 Top 2 teams from each group qualify into Super 8
🤝 Teams in Super 8 will be divided into 2 Groups
💪 2 Teams from each group of Super 8 will qualify into Semis
A cracking World Cup on the way. pic.twitter.com/Xpb2MRVr4X
નામિબિયા અને યુગાન્ડાએ આ માટે ક્વોલિફાય કર્યું: ઝિમ્બાબ્વે ક્વોલિફાયર મેચોમાં ક્વોલિફાય કરી શકી નથી. નામિબિયા અને યુગાન્ડાએ આ માટે ક્વોલિફાય કર્યું છે. ક્વોલિફાઈંગ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. હવે આ વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. હવે વર્લ્ડ કપ માટે 5-5 ટીમોના 4 ગ્રુપ બનાવવામાં આવશે. દરેક ટીમ તેના ગ્રુપની ટીમો સામે 1-1 મેચ રમશે. અને તેમના ગ્રૂપમાંથી બે ટીમો આગામી તબક્કામાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જે સુપર 8 તરીકે ઓળખાશે. ત્યાંથી ટીમો પછી ફાઈનલ માટે લડશે.
2007માં ભારત વિજેતા બન્યું હતુ: તમને જણાવી દઈએ કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપની પ્રથમ ટુર્નામેન્ટ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. જેમાં ભારત વિજેતા બન્યું હતુ. અગાઉનો ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2022 દરમિયાન રમાયો હતો. T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી બે વખત વર્લ્ડ કપ વિજેતા બની છે. 2007 થી 2022 સુધીના વિજેતાઓની યાદી વાંચો..
કયા વર્ષે કોણ વિજેતા બન્યું
- 2007: ભારત
- 2009: પાકિસ્તાન
- 2010: ઈંગ્લેન્ડ
- 2012: વેસ્ટ ઈન્ડિઝ
- 2014: શ્રીલંકા
- 2016: વેસ્ટ ઈન્ડિઝ
- 2021: ઓસ્ટ્રેલિયા
- 2022: ઈંગ્લેન્ડ
આ પણ વાંચો: