ETV Bharat / sports

T20 World Cup: UAEનો અયાન અફઝલ ખાન બન્યો વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર

T20 World Cup : સંયુક્ત આરબ અમીરાત (UAE) ના 16 વર્ષીય યુવા ખેલાડી અયાન અફઝલ ખાને ઈતિહાસ રચ્યો છે. તે T20 વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

Etv BharatT20 World Cup: UAEના સૌથી યુવા ખેલાડીએ રચ્યો ઈતિહાસ

author img

By

Published : Oct 17, 2022, 1:25 PM IST

ગીલોંગ: નેધરલેન્ડે રવિવારે રમાયેલા ICC T20 વર્લ્ડ કપના ગ્રુપ A ના પ્રથમ રાઉન્ડની મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) પર ત્રણ વિકેટથી જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)નો ખેલાડી અયાન અફઝલ ખાન T20 વર્લ્ડ કપમાં મેચ રમનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બન્યો હતો. આવુ કરીને અયાને પાકિસ્તાનના મોહમ્મદ આમીરનો રેકોર્ડ તોડ્યો છે.

અયાને આમિરે બનાવેલો રેકોર્ડ: તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના મોહમ્મદ આમીરે 17 વર્ષ અને 170 દિવસની ઉંમરમાં પોતાની પ્રથમ T20 વર્લ્ડ કપ મેચ રમી હતી. તે જ સમયે, UAEના અયાને 16 વર્ષ 335 દિવસની ઉંમરે તેની પ્રથમ T20 વર્લ્ડ કપ મેચ રમી હતી. એટલે કે અયાને આમિરે બનાવેલો રેકોર્ડ 13 વર્ષ પછી તોડ્યો છે. આ સિવાય અયાન T20 વર્લ્ડ કપ મેચ રમનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી છે. પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી.

T20 World Cup: UAEના સૌથી યુવા ખેલાડીએ રચ્યો ઈતિહાસ

T20 વર્લ્ડ કપ રમનાર સૌથી યુવા ખેલાડી

16 વર્ષ 335 દિવસ - 2022, અયાન અફઝલ ખાન, UAE

17 વર્ષ 55 દિવસ - 2009, મોહમ્મદ અમીર, પાકિસ્તાન

17 વર્ષ 170 દિવસ - 2016, રાશિદ ખાન, અફઘાનિસ્તાન

17 વર્ષ 196 દિવસ - 2009, અહેમદ શાહજા પાકિસ્તાન

17 વર્ષ 282 દિવસ - 2010, જ્યોર્જ ડોકરેલ, આયર્લેન્ડ

જાણો કોણ છે અયાન ખાન: UAEનો લેફ્ટ આર્મ સ્પિનર ​​અયાન અફઝલ ખાન નેધરલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. 15 નવેમ્બર 2005ના રોજ જન્મેલા અયાન ખાન જમણા હાથનો ઓફ સ્પિન બોલર અને બેટ્સમેન છે. T20 વર્લ્ડ કપમાં UEA માટે ડેબ્યુ કરતા પહેલા તેણે સપ્ટેમ્બરમાં UAEમાં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં: ઓલરાઉન્ડર તરીકે રમી રહેલા અયાને બાંગ્લાદેશ સામે રમાયેલી 2 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 3 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 25 રન પણ બનાવ્યા હતા. પોતાની ડેબ્યુ મેચમાં તેણે 16 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પછી બીજી મેચમાં તેણે 33 રનમાં 2 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં અયાને 32 રન આપ્યા હતા અને કોઈ સફળતા મેળવી શક્યો નહોતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.