- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો કોરોના સામેની લડતમાં ભારતની મદદ માટે આવ્યા
- ઓસ્ટ્રેલિયાના લોકોને યુનિસેફ ઓસ્ટ્રેલિયામાં દાન આપવા અપીલ કરી
- યુનિસેફ ડૉટ ઓરાજી ડોટ ઇયૂ પર જઇને દાન કરવા અપીલ કરી
સિડની(ઓસ્ટ્રેલિયા) : ઓસ્ટ્રેલિયાના પુરૂષ અને મહિલા ક્રિકેટરો કોરોના સામેની લડતમાં ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને તેમના દેશના લોકોને યુનિસેફ ઓસ્ટ્રેલિયામાં દાન આપવા અપીલ કરી છે.
ભારતની પરિસ્થિતિ હ્રદયસ્પર્શી, આપણે આ મુશ્કેલ સમયમાં એક થવું પડશે
યુનિસેફ ઓસ્ટ્રેલિયા દ્વારા ટ્વિટર પર એક મિનિટની વિડિઓ પોસ્ટમાં ઇલન બૉર્ડર સહિતના ઘણા ટોચના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કહ્યું હતું કે, ભારતની પરિસ્થિતિ હ્રદયસ્પર્શી છે અને આપણે બધાએ આ મુશ્કેલ સમયમાં એક થવું પડશે. બર્ડર ઉપરાંત પૈટ કમિંસ, બ્રેટ લી, એલેક્સ બ્લેકવેલ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, માઇક હસી, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુચેન, ઇલિસ પેરી, ઇલિસા હેલી, મેગ લેનિંગ અને રચેલ હેનેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ મુંબઇમાં માનખુર્દ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી
ભારતમાં દર સેંકેંડમાં કોરોનાના ચાર નવા કેસ બહાર આવી રહ્યા
આ 13 ક્રિકેટરોએ કહ્યું હતું કે, "ભારતમાં દર સેંકેંડમાં કોરોનાના ચાર નવા કેસ બહાર આવી રહ્યા છે. ત્યાં પૂરતો ઑક્સિજન નથી. આ મહામારીનો આ સૌથી મુશ્કેલ સમય છે." તેમણે કહ્યું, "આપણે આવા મુશ્કેલ સમયમાં સાથે રહેવું પડશે. અમે યુનિસેફના માધ્યમથી અમારો સમર્થન આપી રહ્યા છીએ. તેમની ટીમ હજી પણ ગ્રાઉંડ પર છે અને જરૂરિયાતમંદ લોકોને ઇમરજન્સી ચીજ-વસ્તુઓ પહોંચાડે છે."
આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર બ્રેટ લી ખાનગી હોસ્પિટલના તબીબોને ખુશ કરવા જશે, ગાંધીનગરનો કાર્યક્રમ રદ
કોઈ બધું કરી શકતું નથી પરંતુ દરેક થોડુંક કરી શકે
ક્રિકેટરોએ કહ્યું હતું કે, "કોઈ પણ બધું કરી શકતા નથી પરંતુ દરેક જણ થોડુંક કરી શકે છે. અમારી સાથે આ લિંકને ક્લિક કરીને જોડાઇ જાઓ કારણ કે આ ક્ષણે ભારતને આપણી જરૂર છે. યુનિસેફ ડૉટ ઓરાજી ડોટ ઇયૂ પર જઇને દાન કરો."