વર્લ્ડ ચેમ્પિયન પી.વી સિંધૂ મંગળવારથી શરુ થઈ રહેલી 7,50,000 ડૉલરની ઈનામી ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા વર્ગમાં પોતાના અભિયાનની શરુઆત કરશે. ત્યારે તેની નજર ટાઈટલ જીતવા પર રહેશે.
ઓગ્ષ્ટમાં પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યા બાદ સિંધૂ ખરાબ ફોર્મમાં ઝજુમી રહી છે. આ દરમિયાન ત્રીજી ટૂર્નામેન્ટનાં બીજા રાઉન્ડથી આગળ જવા નાકામ રહી હતી.
સિંધૂની છેલ્લા મહીને ચીન ઓપનના બીજા જ્યારે કોરિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર થઈ હતી. જ્યારે ડેનમાર્ક ઓપનમાં પણ બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓલ્મિપીક સિલ્વર મેડાલિસ્ટ વિજેતા સિંધૂની રમત છેલ્લી 3 ટૂર્નામન્ટમાં ધીમી જોવા મળી રહી છે.2017માં સેમીફાઈનલમાં જગ્યા બનાવનારી સિંધૂ પ્રથમ રાઉન્ડમાં કનાડાની દુનિયાની 9માં નંબરની ખેલાડી મિશેલ લી નો સામનો કરશે. જેને આ પહેલા ભારતીય ખેલાડીને હાર આપી છે. 2010ની વિજેતા ફિટનેસને લઈ પરેશાન છે.
ફિટનેસને લઈ પરેશાન સાઈના
દુનિયાની 6ઠ્ઠા નંબરની ખેલાડી સિંધૂ જો શરુઆતી મુકાબલામાં જીત મેળવામાં સફળ રહી તો તે ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની તાઈ જૂ યિંગ સાથે મુકાબલો થઈ શકે છે. દુનિયાની 8માં નંબરની ખેલાડી સાઈના નેહવાલ પણ ફિટનેસને લઈ જજુમી રહી છે. છેલ્લી 3 ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ હતી.
29 વર્ષની સાઈના પ્રથમ રાઉન્ડમાં હોગકોંગમાં ચુંગ એનગાન સાથે ટક્કરાશે. દુનિયાના 9માં નંબરના ખેલાડી કિદામ્બી શ્રીકાંત પ્રથમ રાઉન્ડમાં ચેન સામે ઉતરશે. મહિલા વર્ગમાં ઈન્ડિયન ઓપન અને કોરિયા ઓપનની સેમીફાઈનલમાં પહોચેલા રાષ્ટ્રમંડલના પૂર્વ ચેમ્પિયન પારુપલ્લી કશ્યપને પ્રથમ રાઉન્ડમાં હોંગકોંગના એનજી લોગનો સામનો કરવો પડશે. ગત્ત વર્ષ ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઈનલની સેમીફાઈનલમાં પહોચેલા સમીર વર્માને પ્રથમ રાઉન્ડમાં જાપાનના કેતા નિશમોતો વિરુદ્ધ રમશે.
દુનિયાના 12માં નંબરના ખેલાડી અને વર્લ્ડ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઈના ફરી એકવખત પ્રથમ રાઉન્ડમાં ચીનના મહાન ખેલાડી લિન ડૈન સામે ટક્કરાશે. પ્રણીતે ગત્ત સપ્તાહમાં ડેનમાર્ક ઓપનમાં ચીનને 2 વખત આ પૂર્વ ઓલ્મપિક ચેમ્પિયને હાર આપી હતી.
સ્યુંગ ચાનની કોરિયાની પાંચમી જોડી સામે ટક્કરાશે. પુરુષ વર્ગમાં સાત્વિક સાંઈરાજા રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પ્રથમ રાઉન્ડમાં યેલે માસ અને ટેબલિંગની નેધરલેન્ડની જોડી વિરુદ્ધ રમશે. મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીના પુરુષ યુગલ જોડી અને સાત્વિક અને અશ્વિનીની જોડી સાથે ટક્કરાશે.