હૈદરાબાદ: પુણે 7 એસેસની પ્રથમ વખત પ્રીમિયર બેડમિન્ટન લીગ (PBL-5) Premier Badminton Leagueની ફાઈનલમાં જવાનું સપનું તૂટી ગયું છે. બાલાયોગી સ્ટેડિયમમાં રમાયેલી લીગની પાંચમી સીઝનની બીજી સેમિફાઈનલમાં બેગલુરુ રેપ્ટર્સે પુણેને 4-3થી હાર આપી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ફાઈનલમાં બેગ્લુરુનો સામનો આજે નૉર્થઈસ્ટર્ન વૉરિયર્સ સામે થશે. જેને ચેન્નઈ સુપરસ્ટારને માત આપી ફાઈનલમાં સ્થાન નક્કી કર્યું છે.
ચિરાગ શેટ્ટી અને હેન્ડ્રા સેતિયાવનની પુરુષ જોડીએ બેગ્લુરુની રિયાન અબુંગ સાપુત્ર અને અરુણ જોર્જની જોડીને માત આપી ટીમને 2 અંક અપાવવાની જવાબદારી હતી, જેમાં જોડી સફળ રહી હતી. આ મેચમાં પુણેની જોડીએ 5-12, 15-10 થી 2-0 બઢત મેળવી હતી.
PBLમાં ટ્રમ્પ મેચ જીતનારી ટીમને 2 અંક મળે છે અને જે ટીમ ટ્રમ્પ મેચ હારે છે, તેને એક અંકનું નુકસાન થાય છે. મિક્સ ડબ્લસનો અંતિમ મુકાબલો નિણાયક રહ્યો હતો. બેગ્લુરુ આ મેચ રમાવા માટે ઈયોમ હય વોન અને પેન્ગ સુન ચાંગનો સામનો પુણેની ક્રિસ એડકૉક અને ગૈબ્રિએલ એડકૉકની જોડી સાથે હતો. બેગ્લુરુની જોડીએ આ મેચ 15-13, 15-10થી જીતી ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી.