ભારતીય બેડમિંટન ખેલાડી અશ્વિની પોનપ્પાએ કહ્યું કે, મારૂ ધ્યાન શરીરને મજબૂત બનાવવા અને ફિટ રહેવાની સાથે એવા પાયાના અભ્યાસો પર વધારે કામ કરવાની જરૂર છે જેના કારણે મજબૂતી મળે. બેડમિંટન માટે ઑલિમ્પિક ક્વોલિફિકેશનનો સમય 29 એપ્રિલ 2019ના રોજ શરૂ થયો છે, જો 26 એપ્રિલ 2020 સુધી ચાલશે, જ્યારે કોટા નકકી કરવા માટે 30 એપ્રિલમાં રેંકિંગ લિસ્ટ જોવા મળશે.
અશ્વિની પોનપ્પાએ કહ્યું કે, મારૂ ધ્યાન શરીરને મજબૂત બનાવવા અને ફિટ રહેવાની સાથે એવા પાયાના અભ્યાસો પર વધારે કામ કરવાની જરૂર છે. જેના કારણે મજબૂતી મળે. વિશ્વ રેંકિંગમાં 24માં સ્થાન પર આવેલી આ ભારતીય જોડીનું આ વર્ષ સારૂ રહ્યું નથી. આ જોડીએ 20 ટૂર્નામેન્ટોમાં ભાગ લીધો હતો, જેમાં 13માં તેઓ બહાર થઇ ગયા હતા.
લંડન ઑલિમ્પિક 2012 અને રિયો ઑલિમ્પિક 2016માં જ્વાલા ગુટ્ટા સાથે જોડી બનાવીને ભાગ લેનાર અશ્વિનીએ જણાવ્યું કે, સિક્કિ રેડ્ડી અને મારી જોડી સારી છે. અમે પહેલા 10 ખેલાડીઓ સાથે મેચ રમી ચુક્યા છીએ. દુર્ભાગ્યથી અમારા પહેલા રાઉન્ડમાં મુશ્કેલ મેચમાં મળ્યા જેમાં વધારે મેચ હારી ગયા હતા.
તેમને વધુમાં જણાવ્યું કે, પરિણામ આવવામાં થોડો સમય લાગે છે, ખાસ કરીને જોડીની મેચમાં સમય લાગશે. હવે રમતમાં પણ ધણો ફેરફાર આવી ગયો છે. પહેલા જોડીઓ વધારે ડિફેન્સમાં સારી હોય અને નહીતર બન્ને સારી હોય પણ હવે એવુ રહ્યું નથી હવે બન્ને સારા હોય છે.