મુંબઇ : ભારતીય બેડમિન્ટન ટીમના કોચ પુલેલા ગોપીચંદ, અર્જુન અવોર્ડી અશ્વિની પોનપ્પા અને મલાથી હોલાએ 'રન ટૂ મૂન' અભિયાન સાથે જોડાયા છે. જેનો ઇરાદો અલગ-અલગ એકેડેમીઓ અને ખેલ સંગઠનોના કોચ અને સ્પોર્ટ સ્ટાફ માટે ફંડ એકત્રીત કરવુ છે.
'રન ટૂ મૂન' નામનું આ અભિયાન 21 જૂલાઇ 2020ના રોજ ચંદ્રમાં મનુષ્યને પહોંચવાની 51માં એનિવર્સરીનું પ્રતિક છે.
'રન ટૂ મૂન'માં ભાગ લેવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 18 જૂન સુધી ચાલશે. જેમાં દોડવીરો માટે એ જરૂરી નથી કે તે દરેક 30 દિવસે દોડે, પરંતુ તે એક મહિનાના સમયગાળામાં ઓછામાં ઓછું 65 કિલોમીટર પણ દોડી શકે છે.
સફળ થનારને ટી-શર્ટ, માસ્ક અને ઇ-સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. દોડવીરોએ કોઈ ચોક્કસ દિવસે ઓછામાં ઓછું 2.5 કિલોમીટર અને વધુમાં વધુ 10 કિલોમીટરનું અંતર કાપવું પડશે. આ રમતમાં 10થી 65 વર્ષની ઉંમરના ભાગ લઇ શકશે.