- ટીવી શોના સૌથી મોટા સિંગિગ રિયાલિટી શોના વિજેતા જાહેર
- વિજેતા જાહેર થયાં બાદ પવનદીપ રાજને વ્યક્ત કરી લાગણીઓ
- પવનદીપ રાજને 'ઈન્ડિયન આઈડલ 12'ની ટ્રોફી જીતી
અમદાવાદ: સૌથી લાંબા ચાલનારા સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12'નો 15 ઓગસ્ટે અંત આવ્યો છે. 12 કલાક સુધી ચાલેલા ગ્રાન્ડ ફિનાલે બાદ 'ઈન્ડિયન આઈડલ 12'ના વિજેતાનું નામ જાહેર થઈ ગયું છે. જેમાં પવનદીપ રાજને 'ઈન્ડિયન આઈડલ 12'ની ટ્રોફી પોતાને નામ કરી છે. જ્યારે અરુણિતા કાંજીલાલ ફર્સ્ટ રનર અપ અને સાયલી કાંબલે સેકન્ડ રનરઅપ બનાવી છે. મોહમ્મદ દાનિશ, નિહાલ તોરો અને શન્મુખપ્રિયા અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને આવ્યા છે. પોતાના સિંગિંગ ટેલેન્ટ ઉપરાંત જનતાના વોટને સહારે પવનદીપ રાજને 'ઈન્ડિયન આઈડલ 12'ની ટ્રોફી જીતી છે, ત્યારે તેણે ફેન્સનો અને તેને સપોર્ટ કરનારા દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Indian Idol 12 Winner: ઉત્તરાખંડના પવનદીપ રાજન વિજેતા બન્યા, CM ધામીએ અભિનંદન પાઠવ્યા
પવનદીપની જીતનો તેના ફેન્સ પર ખુમા
પવનદીપની જીતનો તેના ફેન્સ પર ખુમાર ચડ્યો છે પણ સિંગર પોતે એક ચોંકાનારી વાત કહી રહ્યાં છે. પવનદીપે એક મુલાકાતમાં જણાવ્યું કે, કે ટ્રોફી જીતીને પણ સારું નથી અનુભવી રહ્યાં, કેમ કે તેને લાગે છે કે બધાં જ જીતવાના હકદાર હતાં. તેણે કહ્યું છેલ્લી ક્ષણોમાં મેં કંઇ વધુ વિચાર્યું ન હતું. મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે જે પણ શો જીતશે ટ્રોફી કોઇને કોઇ એક દોસ્ત પાસે જ જવાની છે.
એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સૌનો આભાર માન્યો
ઈન્ડિયન આઈડલ 12'ની ટ્રોફી જીત્યા બાદ પવનદીપ રાજને એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સૌનો આભાર માનતા કહ્યું, "વોટ કરનારા સૌને હાથ જોડીને નમન કરું છું. આટલો પ્રેમ, સન્માન અને સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. કોરોના મહામારીમાં બધા પોતાનું ધ્યાન રાખજો. બહુ જલદી મહામારી પૂરી થઈ જશે અને બધા સામાન્ય દિનચર્યામાં આવી શકશે, સામાન્ય જીવન જીવી શકશે."
આ પણ વાંચો: ઈન્ડિયન આઈડલ 12ના સિંગર પવનદીપે કરી ભૂલ, શું હવે પવનદીપ શોમાંથી થશે એલિમિનેટ?
પવનદીપે જીતની લાગણી વ્યક્ત કરી
પવનદીપની જીતની લાગણી વ્યક્ત કરી અમે એક પરિવાર જેવા છીએ એ સમયે મને કંઇ સમજ આવી રહ્યું ન હતું. બધી ચીજોમાં એક સપના જેવું લાગતું હતું. જેવો મેં સો જીત્યો બધાંએ મને ઊંચકી લીધો અને હું બસ એ વિચારી રહ્યો હતો કે આ કેવી રીતે શક્ય બની ગયું. જિંદગીમાં કેટલીક બાબત એવી હોય છે જેને તમે સમજી શકતાં નથી. ખુશી મહેસૂસ ન હોતો કરી રહ્યો કારણ કે, પવનદીપે વધુમાં કહ્યું કે મને ટ્રોફી મળી ત્યારે પણ હું ખુશી મહેસૂસ ન હોતો કરી રહ્યો કારણ કે અમે બધાં જ જીત ડીઝર્વ કરતાં હતાં. અમે પ્લાનિંગ કર્યું છે કે ભવિષ્યમાં બધાં મળીને કામ કરીશું અને શો બાદ પણ એકબીજાના કોન્ટેક્ટમાં રહીશું