ETV Bharat / sitara

શર્લિન ચોપરાએ કેમ કહ્યું કે રાજ કુન્દ્રા સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતી, હવે હિંમત આવી ગઈ છે? - Sherlyn complains against Raj-Shilpa

અભિનેત્રી શર્લિન ચોપરા(Sherlyn Chopra)એ સતત બે ટ્વીટ કર્યા છે. તેણે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા(Raj Kundra)ના સમર્થકોને જવાબ આપ્યો છે.આ ઉપરાંત તેમણે કહ્યું છે કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીમાં કુંદ્રા સામે અવાજ ઉઠાવવાની સહેજ પણ હિંમત નહોતી. હવે તેમને ખુલ્લા પાડવાની હિંમત આવી છે.

શર્લિન ચોપરાએ કેમ કહ્યું કે રાજ કુન્દ્રા સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતી, હવે હિંમત આવી ગઈ છે?

author img

By

Published : Oct 22, 2021, 4:00 PM IST

  • અભિનેત્રી શર્લિન ચોપરાએ સતત બે ટ્વીટ કર્યા
  • રાજ કુન્દ્રા સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતીઃ શર્લિન ચોપરા
  • રાજે ખોટા નિવેદનો પર શર્લિન ચોપરા વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો

ડેસ્ક ન્યુઝ: તાજેતરમાં જ શર્લિન ચોપરા(Sherlyn Chopra)એ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે FIR (FIR against Raj Kundra)દાખલ કરી હતી. જે બાદ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે શર્લિન ચોપરાએ સતત બે ટ્વીટ કર્યા છે. તેણે અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)ના પતિ ઉદ્યોગપતિ રાજકુંદ્રાના સમર્થકોને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીમાં કુંદ્રા સામે અવાજ ઉઠાવવાની સહેજ પણ હિંમત નહોતી. હવે તેમને ખુલ્લા પાડવાની હિંમત આવી છે.

શર્લિન ચોપરાએ ટ્ટીટમાં લખ્યું...

શર્લિન ચોપરાએ પોતાની શ્રેણીની ટ્વીટમાં લખ્યું - રાજ અને શિલ્પાના સમર્થકો પૂછે છે કે - જ્યારે જાતીય શોષણ અને બળાત્કાર(Exploitation and rape) થયો, ત્યારે ફરિયાદ કેમ ન કરી? 2021માં કેમ? ત્યાં સુધી રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીમાં કુંદ્રા સામે અવાજ ઉઠાવવાની સહેજ પણ હિંમત નહોતી. હવે તેમને ખુલ્લા પાડવાની હિંમત આવી છે.

જો કોઈ મહિલા આંતરરાષ્ટ્રીય વેબસાઈટ પર બોલ્ડ વીડિયો(Bold video)માં જોવા મળે છે, તો શું તે મહિલાનો મુંબઈમાં જાતીય શોષણ અને તેના પર થયેલા અત્યાચાર માટે ન્યાય મેળવવાનો બંધારણીય અધિકાર રદ કરવામાં આવે છે? આ સાથે તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray), ગૃહ રાજ્યપ્રધાન દિલીપ વાલસે પાટીલ, મુંબઈ પોલીસ, રાષ્ટ્રીય મહિલા આયોગને ટેગ કર્યા છે.

શર્લિનએ રાજ-શિલ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

14 ઓક્ટોબરના રોજ શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા વિરુદ્ધ છેતરપિંડી અને માનસિક સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શર્લિને જાતીય સતામણી, છેતરપિંડી અને રાજ કુન્દ્રા સામે ફોજદારી ધમકી આપવાની વાત કરી હતી.

કુન્દ્રા દંપતીએ માનહાનિનો કેસ દાખલ કર્યો

તાજેતરમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ ઉદ્યોગપતિ રાજકુંદ્રાએ શર્લિન ચોપરા સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ(Defamation case) દાખલ કર્યો હતો. આ પહેલા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલે શર્લિન ચોપરાને બદનક્ષીની ચેતવણી આપી હતી. જે બાદ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ ખોટા નિવેદનો કરવા અને પુરાવા વગર શર્લિન ચોપરા વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ Porn Film Case: રાજ કુન્દ્રાની કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ

આ પણ વાંચોઃ શું તમે પણ શીઘ્ર સ્ખલનની સમસ્યાથી પરેશાન છો ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.