- ઓલિમ્પિક મેડલ વિનર મીરાબાઈ ચાનુ ટીવી શોમાં રડી પડી
- પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં સરી પડ્યાં આંસુ
- તેની સાથે અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ વહાવ્યાં આંસુ
ન્યૂઝ ડેસ્ક- ડાન્સ દિવાનેમાં પરફોર્મ થયેલાં એક મ્યૂઝિકલ એક્ટમાં મીરાબાઈ ચાનુના સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો. જેને નિહાળીને પોતાના જીવનની મુશ્કેલીઓને યાદ કરતાં ચાનુ પોતાના આંસુ રોકી શકી ન હતી. જોકે શોમાં યજમાન ભારતીસિંહે તેની પાસે આવીને મીરાબાઈ ચાનુને સાંત્વના આપી હતી. આ દરમિયાન મીરાબાઈએ કહ્યું, "મને ડાન્સ દીવાને માટે આમંત્રિત કરવામાં આવી તેની ખૂબ જ ખુશી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય આ શોમાં આવીશ અને માધુરી દીક્ષિતને મળીશ, હું તેમની મોટી ચાહક છું. મને પણ ડાન્સ કરવાનું ગમે છે. આ ડાન્સ ડીવાને ટીમ દ્વારા આપવામાં આવેલું એક સુખદ આશ્ચર્ય છે..- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે વધુમાં ઉમેર્યું, "તેમણે મારા માટે પિઝાનો ઓર્ડર આપ્યો, જે મને ખાવાની ખરેખર મજા આવી. સ્પર્ધકો માટે મારો એક જ સંદેશ છે કે તેઓ પોતાનું શ્રેષ્ઠ આપે. સખત મહેનત ફળ આપે છે. સખત મહેનત કરો અને ભારતને ગૌરવ અપાવો"
મીરાબાઈ ચાનુએ જણાવ્યું કે ગુંજનને પસંદગીના સ્પર્ધક તરીકે ઓળખાવી કહ્યું હતું તે પોતે તેનું દરેક પરફોર્મન્સ નિહાળે છે. આ વિશેષ એપિસોડમાં પૂર્વ ક્રિકેટ કપ્તાન કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, ઓલિમ્પિકમાં ક્વોલીફાઈ કરનાર પહેલા તલવારબાજ ભવાનીદેવી અને પહેલવાન પ્રિયા મલિક પણ નજર આવશે.
આ પણ વાંચોઃ Happy Birthday Sunidhi Chauhan : માત્ર 4 વર્ષની વયે કર્યું હતું ગાવાનુ શરૂ - " class="align-text-top noRightClick twitterSection" data="
આ પણ વાંચોઃ મનીષ મલ્હોત્રાએ Actress Sara ali khanને અનોખી રીતે જન્મદિવસની આપી શુભેચ્છા, વીડિયો વાઈરલ