મુંબઈઃ અભિનેતા મુકેશ ખન્નાએ વીડિયો શેરિંગ એપ ટિકટોક સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે અને માંગ કરી છે કે એપ પર પ્રતિબંધ મૂકવામાં આવે. અભિનેતાએ તેનું નામ ચીની વાયરસ રાખ્યું છે, જે આ પેઢીને બરબાદ કરી નાખશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મુકેશ ખન્નાએ પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે લોકોને એપનો બહિષ્કાર કરવાની સલાહ આપી છે. એપ્લિકેશનના નીચા રેટિંગ પર બોલતા તેમણે કહ્યું કે, "કોરોનાના ખરાબ સમાચાર વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે કે, ટિકટોક નામનો બીજો ચાઇનીઝ વાયરસ આપણાથી દૂર થઈ રહ્યો છે. જેનું રેટિંગ 4.5થી ઘટીને 1.2 થઈ ગયું છે."