મુંબઈઃ લોકડાઉનની સ્થિતિમાં લોકોના મનોરંજન માટે 80-90 દાયકાની સિરિયલ્સ ફરીથી દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહી છે. જેમાં રામાયણ અને 90ના દશકાની સિરિયલ સુપર હીરો શક્તિમાન પણ સામેલ છે. શક્તિમાનના સ્ટાર મુકેશ ખન્ના એકતા કપૂર પર નિશાન સાધતા ફરી ચર્ચાનો વિષય બન્યાં છે.
મુકેશ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોરોના લોકડાઉન દરમિયાન આ શૉ દુરદર્શન પર પ્રસારિત કરવામાં ન આવ્યો હોત તો હું આ શૉના નવા એપિસોડની જાહેરાત કરી હોત. આ સાથે જ તેમણે અભિનેત્રી સોનાક્ષી સિન્હા બાદ મુકેશ ખન્નાએ એકતા કપૂર પર નિશાન સાધ્યું હતું.
તેમણે એકતા કપૂર પર વાર કરતાં કહ્યું કે, શક્તિમાનનું નવું વર્જન એકતા કપુરની મહાભારત જેવું ન હોત. આપને જણાવી દઈએ કે 2008માં એકતા કપુરે 'કહાની હમારે ભારત કી' સિરિયલ બનાવી હતી. જેમાં દ્રોપદીની પીઠ પર ટેટુ બનાવ્યું હતું. આ મુદ્દે મુકેશ ખન્નાએ એકતા કપુર પર કટાક્ષ કર્યો હતો. શું એકતા કપુરની મહાભારત મોર્ડન જમાનાની હતી..? એ સવાલ પુછતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, "સંસ્કૃતિ ક્યારેય મોર્ડન ન હોઈ શકે. જે દિવસે સંસ્કૃતિને મોર્ડન બનાવીશું ત્યારે સંસ્કૃતિનો નાશ થઈ જશે. હું કોઈને પણ મહાભારતની જેમ શક્તિમાનનું મર્ડર નહીં કરવા દઉં, જેવું કે એકતાએ કર્યુ છે. ઉદાહરણ તમારી સામે છે."
વધુમાંં મુુકેશ ખન્નાએ કહ્યું કે, ' મહાકાવ્યને મારવાનો અધિકાર તેમને કોણે આપ્યો છે.? દેવવ્રતનાં ભીષ્મ પ્રતિજ્ઞાનો હેતુ બદલી નાખ્યો છે અને સત્યવ્રતી જેવા વાસ્તવિક સમજમાં પરિવર્તન કર્યું છે અને સત્યવતી જેવા વેમ્પ્સ બનાવ્યા છે. આ લોકો વ્યાસ વૈંપ બનાવી દીધા છે. આ લોકો વ્યાસ મુની કરતાં વધારે સ્માર્ટ હોવાના પ્રયાસ કરી રહ્યાં છે, જેનાથી મને વાંધો છે. હું કહેવા માંગુ છું કે રામાયણ-મહાભારત આપણો ઇતિહાસ છે, પૌરાણિક કથા નથી.'