- કોમેડિયન જેમી લીવરનો નવો વીડિયો ખૂબ વખણાયો
- અભિનેત્રી રાખી સાવંતની માસ્ક પહેરવા સહિતની મીમીક્રી કરી
- સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ પસંદ કર્યો વીડિયો
મુંબઇઃ બોલીવૂડના પ્રખ્યાત કોમેડિયન જ્હોની લિવરની પુત્રી જેમી લિવર પણ કોમેડીમાં પાછળ નથી. કોમેડી પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ જેમી અન્ય કોમેડિયનો સહિત પિતા જ્હોની લીવરને પણ મજબૂત સ્પર્ધા આપતી જોવા મળે છે. જે રીતે જોની લિવર બોલિવૂડ સ્ટાર્સની આશ્ચર્યજનક મીમીક્રી કરીને બધાંને આશ્ચર્યમાં મૂકે છે તેવી જ રીતે જેમી લીવર પણ ઘણા સ્ટાર્સની મીમીક્રી કરતી જોવા મળી છે. એટલું જ નહીં તે સેલિબ્રિટીઝના જેવો જબરદસ્ત અભિનય પણ કરે છે. એવામાં હવે જેમી લીવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે રાખી સાવંતની નકલ કરતી જોવા મળી રહી છે.
2 લાખથી વધુ લાઈક્સ મળી ગઈ
જેમી લીવરે વીડિયોને ઇન્વેસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં તેણે રાખી સાવંતની નકલ કરી છે. સાથેે લખ્યું છે કે "મારી પ્રિય. મહત્વપૂર્ણ સમાચાર કે જે હું આખો દિવસ જોઉં છું. આ કેપ્શન સાથે જેમીએ એક માસ્ક અને કોફી સાથેનો ઇમોજી પણ બતાવ્યો છે. નોંધપાત્ર છે કે રાખી સાવંતના આવા ઘણા વીડિયો સામે આવ્યાં છે, જેમાં તે કોફી પીતી અને લોકોને માસ્ક પહેરવાની સૂચના આપતી જોવા મળે છે. જેમી લીવરના ફની વીડિયોના ચાહકોને આ વીડિયો પણ એવો પસંદ આવ્યો છે કે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી ગઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ Happy Birthday Amisha Patel - ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી થઈ હતી ફેમસ
સોશિયલ મીડિયા યુઝર્સે કરી ખૂબ તારીફ
જેમી લીવરના વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે, 'સરસ અભિનય. તમે જે રીતે દરેક લાઇન બોલ્યાં તે આશ્ચર્યજનક છે. આપને જણાવીએ કે જેમી લીવરે વર્ષ 2012માં સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 'કિસ કો પ્યાર કરૂ' અને 'હાઉસફુલ 4' જેવી બોલીવૂડ મૂવીઝમાં જોવા મળી છે.
આ પણ વાંચોઃ ધર્મેન્દ્રએ 85 વર્ષની વયે કર્યું વોટર એરોબિક્સ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો