- ઈન્ડિયન આઈડોલ 12- ફિનાલે પહેલાં દર્શકો ચોંક્યાં
- મેકર્સે તમામ કન્ટેસ્ટેંટ્સને ઘરે મોકલી આપ્યા
- મેર્ક્સે કયા કારણોસર લીધો આવો નિર્ણય
ન્યૂઝ ડેસ્ક: ઈન્ડિયન આઈડલ 12માં આ વખતે પવનદીપ રાજન (Pawandeep Rajan ), અરુણિતા કાંજીલાલ (Arunita kanjilal), સાયલી કાંબલે (Sayli Kamble), શનમુખપ્રિયા (ShanmukhaPriya), મોહમ્મદ દાનિશ (Mohammad Danish) અને આશિષ કુલકર્ણી (Ashish Kulkarni) છે. મેકર્સે આ તમામ કેન્ટેસ્ટેંટ્સને તેમના ઘેર પરત મોકલી દીધાં છે. આપને જણાવી દઈએ કે, ઈન્ડિયન આઈડલ 12નું શૂટિંગ 2-3 મહિનાથી દમણમાં ચાલી રહ્યું હતું. પણ હવે તેઓ મુંબઈ પરત આવી ગયાં છે.
આ પણ વાંચો: લોકડાઉન દરમિયાન મિની માથુરને ઈન્ડિયન આઈડલની યાદ આવી, જજિસનો માન્યો આભાર
મેકર્સનું આ છે પ્લાનિંગ
એક રીપોર્ટ અનુસાર, મેકર્સે તમામને મુંબઈ પરત ફરીને તમામ કન્ટેસ્ટેંટ્સને તેમના ઘરે મોકલી દીધા છે. ખરેખર જોવા જઈએ તો ઈન્ડિયન આઈડલ 12ની ફિનાલે બિલકુલ નજીક છે. એવામાં મેકર્સ એક નવું ટ્વીસ્ટ લાવવાનું પ્લાન કરી રહ્યાં છે. તમામ કન્ટેસ્ટેંટ્સને કહેવાયું છે કે, તેઓ તેમના વિસ્તારમાં જઈને સ્થાનિક લોકો તેમને વોટ કરે તેવી અપીલ કરે અને સાથે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરે.
પવનદીપના વીડિયો સામે આવ્યાં
તમામ કન્ટેસ્ટેંટ્સ પોતપોતાના ઘરે પહોંચી ચૂક્યાં છે અને સ્થાનિક લોકો પાસેથી વોટની અપીલ કરી રહ્યાં છે. ત્યારે પવનદીપ રાજનના કેટલાય વીડિયો સામે આવ્યાં છે. તેમાં જોઈ શકાય છે કે, ઉત્તરાખંડમાં તેનું કેવું જોરદાર સ્વાગત થયું છે. તમામ લોકએ તેના નામનો જયકારો લગાવ્યો હતો. તેવી જ રીતે અરુણિતા કાંજીલાલ પણ બંગાળમાં તેના ઘરે પહોંચી ગઈ છે અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:'ઇન્ડિયન આઇડલ 12'ના ઓડિશન થશે ઓનલાઇન
પવનદીપ રાજન મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતને મળ્યો
હમણા હાલમાં જ પવનદીપ રાજન તેના ઘરે ઉત્તરાખંડ પહોંચી ગયો છે અને મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતને મળ્યો હતો. તીરથસિંહ રાવતે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પવનદીપ સાથેનો ફોટો શેર કરીને લખ્યું છે કે તેના ગીતથી ઉત્તરાખંડના પરંપરાગત લોક સંગીતને નવી ઓળખ આપનાર ઈન્ડિય આઈડલ ફેમ પ્રસિદ્ધ ગાયક પવનદીપ રાજનને મળીને તેને શુભકામનાઓ આપી છે. ખૂબ થોડા સમયમાં સંગીતની દુનિયામાં પ્રસિદ્ધિ પામીને તેની સાથે પવનદીપે પ્રદેશનું નામ રોશન કર્યું છે અને યુવાનોમાં તે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.