ETV Bharat / sitara

રણવીર સાથે '83'મા કામ કરવું તાજગીભર્યો બદલાવ: દીપિકા

author img

By

Published : Feb 23, 2020, 2:17 PM IST

બૉલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મ '23'મા પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે ઑન સ્ક્રીન પત્નીનું પાત્ર ભજવવા તૈયાર છે. લગ્ન બાદ એક સાથે કામ કરવાનો અનુભવ શેર કરીને અભિનેત્રીએ જણાવ્યું કે, આ એક તાજગી ભર્યો બદલાવ છે.

ETV BHARAT
રણવીર સાથે '83'મા કામ કરવું તાજગી ભર્યો બદલાવ: દીપિકા પાદુકોણ

મુંબઈ: રિયલ લાઈફ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઑન-સ્ક્રીન કપલના રૂપે એક વખત ફરી વાપસી કરવા માટે તૈયાર છે. જે અંગે દીપિકાએ કહ્યું કે, તેમણે ગત જે ફિલ્મો કરી છે, તેની સરખામણીએ '83' નવો બદલાવ છે. ફિલ્મ '83'મા દીપિકા, રણવીર દ્વારા ભજવવામાં આવેલા પાત્ર ક્રિકેટના દિગ્ગજ કપિલ દેવની પત્નીના રૂપે જોવા મળશે.

'ગોલિયો કી રાસલીલા રામ-લીલા' અને 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મો બાદ એક વખત ફરી તેના પતિ સાથે સ્ક્રીન સ્પેશ શેર કરવા અંગે પૂછવાથી દીપિકાએ જણાવ્યું કે, આ સારૂં છે. આ એક નવો બદલાવ લાગી રહ્યો છે. કારણ કે, આ અગાઉ પણ અમે બન્નેએ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. આમાં સંપૂર્ણપણે સેટિંગ, કેરેક્ટર, કોસ્ટ્યૂમ અને ડાયલૉગ્સ અલગ છે.

અમે બન્ને આશ્ચર્યચકિત હતા. અમારે ખુદને યાદ અપાવવાનું હતું કે, અમે અગાઉ પણ એક-બીજા સાથે કામ કર્યું છે. કારણ કે, આ પાત્ર તે મામ પાત્રો કરતાં અલગ હતાં, જે અમે પહેલાં કરી ચૂક્યાં છીએ. ભારતની ઐતિહાસિક 1983ની ક્રિકેટ વર્લ્ડકપ જીત પર આધારિક ફિલ્મમાં દીપિકાએ એક ડાયરેક્ટરના રૂપે પણ કામ કર્યું છે.

ફિલ્મ '83'મા દીપિકા અને રણવીર ઉપરાંત હાર્ડી સંધૂ, સાકિબ સલીમ, તાહિર ભસીન, સાહિલ ખટ્ટર અને એમી વિર્ક જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રણવીર સિંહની આ ફિલ્મ 1983 વર્લ્ડ કપમાં ભારતને મળેલી જીત પર આધારિત છે. લગ્ન બાદ આ પ્રથમ ફિલ્મ હશે, જેમાં દીપિકા અને રણવીર સાથે જોવા મળશે. આ સાથે જ દીપિકાએ દ્રોપદીની દ્રષ્ટિકોણથી એક વધુ ફિલ્મ 'મહાભારત'ની જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.