મુંબઈ : લોકડાઉનને કારણે લોકપ્રિય ટેલિવિઝન સીરિયલ 'રામાયણ' ફરી એકવાર ટેલિકાસ્ટ થઈ છે. જેને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે. સીરિયલમાં સીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલીયા આ સફળતાથી ખૂબ ખુશ છે.
રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ 'રામાયણ' લગભગ ત્રણ દાયકા પછી ફરીથી ટેલિવિઝન સ્ક્રીન પર ફરીથી પ્રસારિત થઈ રહી છે અને હવે તે વિશ્વની સૌથી વધુ જોવાયેલી સીરિયલ બની ગઈ છે. કાર્યક્રમમાં સીતાનું પાત્ર ભજવીને પ્રખ્યાત બનેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા પ્રેક્ષકોના આ પ્રેમથી ખૂબ જ ખુશ છે.
ગુરુવારે દૂરદર્શનના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરવામાં આવ્યું, "વર્લ્ડ રેકોર્ડ !! દૂરદર્શન પર ફરીથી પ્રસારિત થયેલા #રામાયણ શોએ વિશ્વભરના રેકોર્ડ તોડી નાખ્યા છે. 16 એપ્રિલના રોજ, આ શો સૌથી વધુ 7.7 કરોડ દર્શકો સાથે જોવાયો હતો. આ શો સૌથી વધારે જોવાયેલો મનોરંજન શો બની ગયો છે. "
રિપોર્ટ પ્રમાણે, પ્રખ્યાત શો ગેમ ઑફ થ્રોન્સની વ્યૂવરશિપના રેકોર્ડને પણ રામાયણે તોડી નાંખ્યો છે.
દીપિકાએ જણાવ્યું હતું કે, "હું ખરેખર ખુશ છું કે રામાયણે ગેમ ઑફ થ્રોન્સને પણ પાછળ કરી દીધું છે. મને લાગે છે કે આ એક એવી ઘટના છે જે દરેક વ્યક્તિએ જોઇ છે."