મુંબઇઃ 'બિગ બૉસ 13'ના ઘરમાં પોતાના પ્રેમ માટે ફેમસ મૉડલ આસિમ રિયાઝ અને પંજાબી ગાયિકા અભિનેત્રી હિમાંશી ખુરાનાના પ્રેમભર્યા સંબંધ ઘરથી બહાર આવ્યા બાદ પણ કાયમ છે. ગત્ત દિવસોમાં બંને એક વીડિયોમાં જોવા મળ્યા હતા અને હવે આસિમે હિમાંશી માટે એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આસિમે ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને હિમાંશીનો એક ફોટો શેર કર્યો હતો, જેની સાથે એક રોમેન્ટિક પંજાબી કવિતા પણ લખી હતી.
આસિમે પંજાબીમાં લખ્યું છે, જેનો મતલબ છે, 'આપણે વાતો વાતોમાં જ પોતાની પ્રેમ કહાની શરુ કરી, મેં તને જોઇ, તે મને... હું તને મારી સ્ટોરી કેમ સંભળાવું... મને દુઃખ થાય છે તો આંસુ તારી આંખોમાંથી છલકે છે.'
'બિગ બૉસ 13'ના લવ બર્ડ્સ હાલમાં જ નેહા કક્કડના વીડિયો મ્યૂઝિક 'કલ્લા સોના નહીં'માં જોવા મળ્યા હતા. આ ટ્રેકને રજત નાગપાલે કંપોઝ કર્યું છે.