મુંબઇ: પ્રખ્યાત પાર્શ્વગાયક હરિહરને તેમના તાજેતરમાં જ રિલીઝ થયેલા ગીત 'ફિર તેરા ટાઈમ આયેગા'માં તેમના પુત્રો અક્ષય અને કરણ સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવતા કહ્યું, "મે પહેલા પણ મારા પુત્રો સાથે કામ કર્યું છે પણ આ ગીત માટે કામ કરવાની ખુબ જ મજા આવી. મારી સાથે અન્ય કલાકારો પણ હતા. હું મારા પુત્રો સાથે પિતા તરીકે ઓછો અને એક મિત્ર તરીકે વધુ રહું છું અને હું આ સંબંધને આ જ રીતે જાળવી રાખવા માંગુ છું. મારો નાનો પુત્ર કરણ બોડીબિલ્ડર છે, તેથી તે મારી ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને મને કસરત કરવા દબાણ કરતો હોય છે. મારી પાસે ફિટ રહેવાની તાલીમ આપવા માટે એક ઉત્તમ કોચ છે!"
''મારા બંને પુત્રોનું વ્યક્તિત્વ અલગ છે. હું અક્ષય સાથે અવિરતપણે સંગીત વિશે વાત કરી શકુ છું. ખરેખર તો હું તેનામાં મારુ પ્રતિબિંબ જોઉ છું. તેની વાત કરવાની રીતઅને વિચારો બંને એકદમ મારી જેવા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"જયારે કરણ સાવ જુદો છે. તે રફ છે. તે ખરેખર ફિટનેસ ફ્રીક છે!"
હરિહરને વર્ષ 1977માં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ માટે પોતાનો અવાજ આપવા ઉપરાંત પોતાના ગીતોના આલ્બમ પણ બહાર પાડ્યા હતા. ત્યારબાદ ગાયક લેસલી લુઇસ સાથે પોપ બેન્ડ 'કોલોનિયલ કઝીન્સ'ની રચના કરી, જેના ગીતોએ તેમને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી હતી.
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, તે લોકડાઉનને કેવીરીતે હેન્ડલ કરી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું, "સકારાત્મક રહેવું એ જ ઉપાય છે. લોકો આ વાઇરસના કારણે જીવ ગુમાવી રહ્યા છે, નોકરીઓ ગુમાવી રહ્યા છે અને અર્થતંત્ર ભાંગી રહ્યું છે. સકારાત્મક રહેવું એ સૌથી અઘરું કામ છે. પરંતુ હાલના સમયમાં તે જ યોગ્ય છે.''
હરિહરનનું આ ગીત 'ફિર તેરા સમય આયેગા' વિનોદ નાયર દ્વારા લખાયેલું છે અને હરિહરન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. તેની સાથે આ ગીતમાં પુત્ર અક્ષય હરિહરન અને ઇમેન્યુઅલ બર્લિન પણ છે. આ વીડિયોનું દિગ્દર્શન તેમના નાના પુત્ર કરણ દ્વારા કરવામાં આવ્યું છે.