ETV Bharat / sitara

Zaira Wasim બોલીવુડ છોડ્યાના 2 વર્ષ બાદ પોતાનો પહેલો ફોટો શેર કર્યો - Aamir Khan's film Dangal

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલ (film Dangal)માં જોવા મળેલી અભિનેત્રી ઝાયરા વસીમે વર્ષ 2019માં અભિનયને અલવિદા કહી દીધું હતું. ઝાયરા વસીમે થોડા સમય માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, જેના આધારે તેને સારી ઓળખ મળવા લાગી. હવે બે વર્ષ બાદ અભિનેત્રી ઝાયરા વસીમ ફરી એક વખત લોકોની સામે આવી છે. ઝાયરાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.

Zaira Wasim બોલીવુડ છોડ્યાના 2 વર્ષ બાદ પોતાનો પહેલો ફોટો શેર કર્યો

author img

By

Published : Oct 7, 2021, 5:50 PM IST

  • ઝાયરાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી
  • તમામ ફોટા ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કર્યો હતા
  • ઝાયરાએ બોલીવુડને છેલ્લ સલામ આપી હતી

હૈદરાબાદ: આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલમાંDangal જોવા મળેલી અભિનેત્રી ઝાયરા વસીમે વર્ષ 2019માં અભિનયને અલવિદા કહી દીધું હતું. ઝાયરા વસીમે થોડા સમય માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, જેના આધારે તેને સારી ઓળખ મળવા લાગી. હવે બે વર્ષ બાદ અભિનેત્રી ઝાયરા વસીમ ફરી એક વખત લોકોની સામે આવી છે. ઝાયરાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.

ઝાયરા વસીમે 30 જૂન 2019ના રોજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવાની જાહેરાત કરી હતી. હવે બે વર્ષ પછી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry) છોડવાની સાથે જ ઝાયરાએ તેના તમામ ફોટા ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધા હતા. હવે ઝાયરાએ ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પ્રવેશ કર્યો છે.

ઝાયરાનો નવો અંદાજ

ઝાયરા વસીમે શેર કરેલા તેના લેટેસ્ટ ફોટોમાં તે બુરખામાં જોવા મળી રહી છે. તસવીર શેર કરતાં ઝાયરાએ લખ્યું, 'ધ વોર્મ ઓક્ટોબર સન.' ઝાયરાનો આ ફોટો શેર થતાં જ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ચાહકો પૂર્વ અભિનેત્રીના આ ફોટા પર લાઈક્સ અને ટિપ્પણીઓનો ભારે વરસાદ કરી રહ્યા છે.

બોલીવુડને શા માટે ગુડબાય કહ્યું?

Zaira Wasimને એક પોસ્ટ સાથે બોલીવુડ છોડી દીધું હતું. ઝાયરાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'મારા એક નિર્ણયથી મારું જીવન બદલાઈ ગયું, હું બોલિવૂડમાં ગઈ કે તરત જ ખ્યાતિ મેળવવામાં મેં વિલંબ કર્યો નહીં, મેં ફિલ્મ જગતમાં પાંચ વર્ષ પૂરા કર્યા છે, હું માનું છું કે હું તેનાથી ખુશ નથી, એટલે કે, મારા કામ સાથે, મને બોલિવૂડમાં ઘણો પ્રેમ, ટેકો અને પ્રશંસા મળી, પરંતુ આ કારણે મેં મારો માર્ગ પણ ગુમાવ્યો છે, કારણ કે હું ચૂપચાપ અજાણતા 'ઇમાન' થી ભટકી ગઈ છું.

આ પણ વાંચોઃ કેટરિના કૈફે નાસ્તો કરતી વખતે શેર કર્યા ફોટા, ફેન્સે પૂછ્યું - 'ટાઇગર 3' ક્યારે આવશે..?

આ પણ વાંચોઃ ફ્લોરાની બીજી ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.