ETV Bharat / sitara

ઝાયરા વસીમે ટ્વિટ કરી બબીતા ફોગાટને પરોક્ષ રીતે આપ્યો જવાબ - ઝાયરા વસીમ

બબીતા ફોગાટને તેણે કરેલા ટ્વિટને લઈ ધમકીઓ મળી રહી છે. જેને લઈ તેણે વીડિયો જાહરે કર્યો હતો. તેમાં બબીતાએ કહ્યું હતું કે હું કંઈ ઝાયરા વસીમ નથી કે ડરીને ઘરમાં બેસી જઈશ. બબીતાના આ વીડિયો પર ઝાયરા વસીમે પણ ટ્વિટ કરીને પ્રરોક્ષ રીતે જવાબ આપ્યો છે.

ETv Bharat
Zayra vasim
author img

By

Published : Apr 19, 2020, 5:26 PM IST

Updated : Apr 19, 2020, 5:53 PM IST

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઝાયરા વસીમે એક ટ્વિટ કર્યુ છે. જે જોઈને લાગે છે કે તેનો ઈશારો બબીતા ફોગાટ તરફ છે. કારણ કે બબીતા ફોગાટે તબલીઘી જમાત પર કરેલા ટ્વિટને કારણે ખુબ જ ટ્રોલ થઈ રહી છે. તેમજ તેને ફોનમાં ધમકીઓ મળી રહી છે. જેના જવાબમાં ઝાયરા વસીમે પણ ટ્વિટ કર્યુ છે.

  • Don’t let your ignorance be strengthened by your arrogance. When you seek the truth, seek it with humility.

    — Zaira Wasim (@ZairaWasimmm) April 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સમગ્ર દેશમાં કોરોના વાઈરસ દિન પ્રતિદિન વધતો રહ્યો છે. એવામાં હર કોઈ દેશ માટે ચિંતિત છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોમાં સૌથી વધુ લોકો તબલીઘી જમાતવાળા લોકો છે. જે મુદ્દો હાલ ખુબ જ ચર્ચામાં છે. એવામાં બબીતા ફોગાટે આ અંગે ટ્વિટ કરી તબલીઘી જમાત પર નિશાન સાધ્યું છે. ફોગાટના આ ટ્વિટને લઈને તે ખુબ જ ટ્રોલ થઈ રહી છે. તેમજ બબીતાને ફોન પર ધમકીઓ પણ મળી રહી છે.

ધમકીને લઈને બબીતા એક વીડિયો જાહેર કરતાં અભિનેત્રી ઝાયરા વસીમને ધ્યાને રાખી કહ્યું કે, તે ઝાયરા વઝીમ નથી કે લોકોની ધમકીઓથી ડરીને ઘરમાં બેસી જશે. તે હંમેશા લડતી રહેશે.

આ અંગે બબીતાને જવાબ આપતાં ઝાયરા વસીમે ટ્વિટ કર્યું કે, 'પોતાના અહંકારને પોતાના અજ્ઞાનને મજબુત ન થવા દો. જ્યારે તમે સત્યને શોધો છો તો તેને વિનમ્રતા સાથે શોધો.' વસીમના આ ટ્વિટ પર લોકો તેની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે.

Last Updated : Apr 19, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.