મુંબઇઃ બૉલિવૂડ સાથે સંબંધ ધરાવતી 'દંગલ ગર્લ'ના નામે ફેમસ ઝાયરા વસીમ ઘણીવાર કન્ટ્રોવર્સીમાં ઘેરાયેલી રહે છે. આ વખતે તેને લઇને થનારી કન્ટ્રોવર્સી દેશના અમુક વિસ્તારોમાં થયેલા ઘાતક તીડના અટેક સાથે જોડાયેલી છે.
પૂર્વ અભિનેત્રી પોતાના ટ્વીટર હેન્ડલ પર તીડ અટેકને લઇને એક ટ્વીટ કર્યું જેમાં તેનું કારણ તેમણે અલ્લાહનો કહેર દર્શાવ્યો હતો.
ઝાયરે ટ્વીટર પર કુરાનની આયાત લખી જેમાં આ હુમલાને ચેતવણી અને અલ્લાહનો કહેર ગણાવ્યો છે. તેમણે લખ્યું કે, હમને ઉન પર બાઢ ઔર તીડે ઓર જુ ઓર મેંઢક ઔર ખુન ભેજા, યે ખુદ હી એક નિશાની હે, લેકિન વે ઘમંડમેં ચૂર થે- જિન્હોને પાપ કિયા. કુરાન 7:133'
તેમનું ટ્વીટ કરવાથી બબાલ શરુ થઇ હતી અને લોકોએ તેના નામથી લઇને જાતિ સુધી નિશાન સાધતા તેમણે ટ્રોલ કરવાની શરુઆત કરી હતી. છેલ્લે તેણીએ પોતાનું ટ્વીટર અકાઉન્ટ ડિલીટ કર્યું છે.
તમને જણાવી દઈએ કે ઝાયરા છેલ્લે પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર સાથેની પારિવારિક નાટક ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' માં સ્ક્રીન પર જોવા મળી હતી, જોકે રિલીઝ થાય તે પહેલાં તેણે તેની ધાર્મિક પ્રથામાં સમસ્યાનો ઉલ્લેખ કર્યા પછી ફિલ્મો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
તે બાદથી જ તેણીના દરેક અભિપ્રાય પર લોકો તેને કોઇને કોઇ રીતે ટ્રોલ કરી રહ્યા હતા.