મુંબઈ: મંગળવારે અનિલ કપૂર અને સુનીતાના લગ્નને 36 પૂર્ણ થયાં છે. માતા-પિતાની મેરેજ એનિવર્સરી પર અભિનેત્રી સોનમ કપૂરે પેરેન્ટ્સના કેટલાક ફોટો શેર કરી તેમને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોનમે ફોટો સાથે લખ્યું હતું કે, "હેપ્પી હેપ્પી એનિવર્સરી પેરન્ટ્સ .. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમને ખૂબ જ યાદ કરું છું. લગ્નના 36 વર્ષ અને 11 વર્ષ ડેટિંગ! તમારી લવ સ્ટોરીથી અને તમારા પ્રેમથી આપણો પરિવાર ખીલી ઉઠે છે, કારણ કે નારાજગી ફક્ત ફિલ્મોમાં થાય છે, જીવનમાં નહી. "
સોનમે વધુમાં કહ્યું, "લવ યુ લવ યુ લવ યુ લવ યુ. તમે બંનેએ ત્રણ સૌથી વધુ વિશ્વાસપાત્ર અને ક્રેઝી બાળકોને જન્મ આપ્યો છે. અમને આશા છે કે અમે તમને ગર્વને અનુભવ કરાવીશું."
- View this post on Instagram
“ My Husband is My Happy Place” Happy 36th anniversary.. love you beyond time 🤗🤗🤗🤗🥰🥰🥰🥰🥰❤️❤️😀😀
">
અનિલ કપૂરના પત્નિ સુનીતાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પતિને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, "મારા પતિ મારી ખુશી છે, 36 મી વર્ષગાંઠની શુભેચ્છા.."
તેમજ અનિલ કપૂરે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની સાથે ફોટા અને વીડિયો શેર કરી પત્નિ સુનીતાને અભિનંદન આપ્યાં હતા.