મુંબઇ: પાપોન, ધ્વનિ ભાનુશાળી અને જસબીર જસ્સી જેવા સિંગર લોકડાઉનના ટેન્શનથી દુર રહેવા માટે સંગીતનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમયગાળાએ તેમને જીવન સાથે સંકળાયેલા કેટલાક પાઠ પણ શીખવ્યા છે, જે હંમેશા તેમની સાથે રહેશે. 21 જૂનના રોજ વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ગાયકોએ તેમના અનુભવ શેર કર્યા હતા.
![વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ગાયકોએ તેમના અનુભવ શેર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:34:30:1592741070_7706389_618_7706389_1592715269129.png)
પાપોનએ IANSને કહ્યું કે, "મને લાગે છે કે, આપણે લોકડાઉન દરમિયાન બધાએ જે સૌથી મોટો સબક શીખ્યા છીએ, તે હંમેશાં પ્રકૃતિ માતાનો આદર કરવાનો છે. આપણે શીખવું જોઇએ કે, ક્યારે આપણે થોભવુ જોઈએ, જીવનની થોભીને જોવાની જરૂર છે, જેમ કે, અત્યારે છે.
![વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ગાયકોએ લોકડાઉન દરમિયાનના તેમના અનુભવ શેર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7706389_papon.jpg)
સિંગર જસબીર જસ્સીએ શેર કરતાં કહ્યું, "કોવિડ -19 એ અર્થવ્યવસ્થા અને કામ સંબંધિત વસ્તુઓ પર અસર કરી હશે, પરંતુ તે સર્જનાત્મકતાની દ્રષ્ટિએ નથી. જે લોકો ફક્ત પૈસા માટે કામ કરે છે, તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ તે ચોક્કસ છે કે, લોકડાઉનમાં તમારી સર્જનાત્મકતા વધારવાની તક મળી છે. "
![વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ગાયકોએ લોકડાઉન દરમિયાનના તેમના અનુભવ શેર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7706389_jubin.jpg)
ધ્વનિ ભાનુશાળીને લાગે છે કે, આ સમય બધાને પ્રેમ કરવાનો અને આપણી સંભાળ લેવાની છે. તેમણે કહ્યું કે, "સામાન્ય જીવનમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે, કેટલીકવાર આપણે આપણી જાતનું ધ્યાન રાખતા નથી."
![વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ગાયકોએ લોકડાઉન દરમિયાનના તેમના અનુભવ શેર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7706389_dha.jpg)
શિલ્પા રાવે કહ્યું કે, "હું મારા પરિવાર અને સંગીત સાથે વધુને વધુ સમય વિતાવી રહી છું. હું તેના માટે આભારી છું કે, મને ઘરે તેમની સાથે સંગીત શેર કરવાની તક મળી છે. આ ઉપરાંત, હું રસોઈ બનાવું છું. હું બાગમાં વૃક્ષારોપણ કરું છું. "
ઝુબિન નૌટિયાલે કહ્યું, "મેં નવી ભાષા શીખવાનું શરૂ કર્યું છે અને અંગ્રેજી સંગીત ગાવાનું શરૂ કર્યું છે. મારે ઘણી વસ્તુઓ કરવાની ઇચ્છા હતી, પરંતુ મારા વ્યસ્તતાના કારણે હું કરી શક્યો નહીં, પરંતુ અત્યારે મારી પાસે સમય છે કે, હું દરેક વસ્તુ કરી શકું છું. "
દરેક ગાયકનું માનવું છે કે, લોકડાઉનનો અર્થ પરિવાર સાથે સમય પસાર કરવો અને રસપ્રદ કામ કરવું. જેથી આ સમયનો સારો ઉપયોગ થઈ શકે.