- બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન મુશ્કેલીમાં
- શાહરૂખ પોતાનું તમામ કામ છોડીને પુત્ર આર્યન ખાનને છોડાવવામાં વ્યસ્ત
- શાહરૂખ -સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
હૈદરાબાદ: હાલ બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન મુશ્કેલીમાં છે. તેનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસના કારણે NCB ની કસ્ટડીમાં છે. શાહરૂખ પોતાનું તમામ કામ છોડીને પુત્ર આર્યન ખાનને છોડાવવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાનને આજે જામીન મળી શકે છે. આ મુશ્કેલીઓ વચ્ચે શાહરૂખ-સલમાનનો તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાને ખરેખર બતાવ્યું છે કે તે શાહરૂખનો શુભેચ્છક છે.
'દસ કા દમ' નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સલમાન ખાનના લોકપ્રિય શો 'દસ કા દમ' નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને રાની મુખર્જી મહેમાન તરીકે પહોંચ્યા હતા. વીડિયોમાં જોવા મળશે કે શો દરમિયાન સલમાને શાહરૂખ ખાનને પૂછ્યું કે, શું તેની પાસે કોઈ છે જે તેને Thik and thin (સુખ અને દુ:ખ) માં સાથ આપશે ? જવાબમાં શાહરૂખ ખાને કહ્યું કે, 'સલમાન જો હું ક્યારેય મુશ્કેલીમાં હોઉં તો તમે છો, જો મારો પરિવાર મારા કરતા વધારે મુશ્કેલીમાં હોય તો તમે છો,' આ સાંભળી સલમાન કહે છે 'એકદમ સાચું' અને પછી સલમાન ખાન ભાવુક થઈ જાય છે અને શાહરૂખ ખાનને ગળે મળે છે. હવે શાહરૂખ -સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શાહરૂખનો પુત્ર આર્યન ખાન NCB ની કસ્ટડીમાં તે સાંભળી સલમાન પહોંચ્યો શાહરૂખના ઘરે
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને સમાચાર મળ્યા હતા કે શાહરૂખનો પુત્ર આર્યન ખાન NCB ની કસ્ટડીમાં છે. તો સલમાન તેને મળવા માટે રાત્રે શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યો હતો, ત્યારે સલમાન ખાનની બહેન અલવીરા અને સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ શાહરૂખના ઘરે ગયા હતા.
આ પણ વાંચો: અહીં જાણો શું છે રેવ પાર્ટી
શાહરૂખ ખાને પણ સલમાનને ટેકો આપ્યો હતો
તમને જણાવી દઈએ કે, વર્ષ 2015 માં જ્યારે શાહરૂખ ખાનને સલમાન ખાન કાળા હરણના કેસમાં ફસાયાના સમાચાર મળ્યા હતી, ત્યારે તે પણ તરત જ સલમાન ખાનના ઘરે ગયો હતો. આવી સ્થિતિમાં બન્ને ખાન એકબીજાની મુશ્કેલીમાં સાથે ઉભેલા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: આર્યન ખાનના ખોળામાં બેસીને વિડીયો ગેમનો આનંદ લેતો જોવા મળ્યો નાનકડો અબરામ
આર્યન ખાન રેવ પાર્ટીમાં પકડાયો
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જ્યાંથી NCB એ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત સાત લોકોની અટકાયત કરી હતી. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન સુનાવણી 7 ઓક્ટોબર ગુરુવારે થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનની કસ્ટડી લંબાઈ શકે છે.
- મુંબઈથી ગોવા જતી એક ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી. NCBએ આ ડ્રગ્સ પાર્ટીમાં દરોડા પાડી બોલિવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરી હતી. ત્યારે આ સમગ્ર ઓપરેશનને NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પાર પાડ્યું હતું.
- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મુંબઈમાં ક્રૂઝ શિપ પાર્ટી કેસમાં આર્યન ખાન અને બાકીના આરોપીઓની કસ્ટડી વધારવાની માંગ કરશે. આર્યન ખાન વિરુદ્ધ કલમ 27 (કોઈપણ નશીલા પદાર્થના સેવન માટે સજા), 8C (ઉત્પાદન, ઉત્પાદન, કબજો, માદક પદાર્થનું વેચાણ અથવા ખરીદી) એક્ટની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.