ઋતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર એક્શન-ડ્રામા 'વોર'એ બીજા અઠવાડિયામાં પણ પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે. અને સફળતાપૂર્વક બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીએ રિલીઝ થયેલી 'વૉર' એ આ વર્ષની સૌથી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
ઋતિક રોશન-ટાઇગર શ્રોફ દ્વારા એક્શન અને ડાન્સ મૂવ્સથી ભરેલી આ ફિલ્મે 10 દિવસમાં 245.95 કરોડનો બિઝનેસ કરી રેકોર્ડ બનાવ્યો છે અને 11મા દિવસે ફિલ્મ 250 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.
સતત 10 દિવસ થિયેટરોમાં શાનદાર કલેક્શન પછી, ફિલ્મ 11મા દિવસે પણ કમાણી સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે શનિવારે 11.20 કરોડનો સંગ્રહ કર્યો છે. આ સાથે આ ફિલ્મે કુલ 257.15 કરોડનો કમાણી કરી છે. જો ફિલ્મના અન્ય રેકોર્ડ્સ પર નજર કરીએ તો તેણે પહેલા ત્રણ દિવસમાં 100 કરોડ, ચોથા દિવસે 125 કરોડ, પાંચમા દિવસે 150 કરોડ, છઠ્ઠા દિવસે 175 કરોડ, સાતમા દિવસે 200 કરોડ, આઠમા દિવસે 225 કરોડ, નવમા દિવસે 238.35 કરોડની કમાણી કરી છે. શરૂઆતના દિવસથી જ 'વૉર'એ ઘણી ફિલ્મોને પાછળ છોડી ઉત્તમ રેકોર્ડ બનાવ્યા છે.
'વૉર' ફિલ્મે 2019 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'ઉરી'ને પાછળ રાખી પ્રથમ નંબર મેળવ્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત 'વૉર' ફિલ્મે અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. તેણે 53.35 કરોડની ઓપનિંગ કરી 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' પાછળ છોડી દીધું હતું. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સની સર્વોચ્ચ ઓપનર ફિલ્મ બની છે.
ટાઇગર-ઋતિક માટે તેની કારકિર્દીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે, ફિલ્મમાં ઋતિક રોશન અને ટાઇગર શ્રોફના એક્શન ઓડિયન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ઋતિક રોશન, ટાઇગર શ્રોફ ઉપરાંત વાણી કપૂર પણ છે. તે જ સમયે, આ અઠવાડિયે પ્રિયંકા ચોપરા-ફરહાન અખ્તરની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' પણ રિલીઝ થઈ છે, પરંતુ 'ધ સ્કાય ઇઝ પિંક'ની 'વોર'ના કલેક્શન પર કોઈ અસર પડી નથી.