સૈફ અલીખાને કહ્યું કે, ફિલ્મની દુનીયામાં ઘણા વરિષ્ઠ કલાકાર છે. જે મારા કરતા વધારે આ સમ્માનને લાયક છે અને તેમને આ મળ્યા નથી. એવીજ રીતે ઘણા એવા લોકો છે જેઓની પાસે આ સમ્માન છે, જેઓ આને રાખવા માટે લાયક નથી.
અરબાઝ ખાનના ચેટ શો 'પિંચ' માં સૈફને લઈને કરેલા ટ્વીટસ પર ચર્ચા થઈ રહી હતી, તેમાંથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, પદ્મશ્રી ખરીદવા વાળા છોકરાનું નામ તૈમુર રાખવા વાળા અને હોટલમાં ઝઘડો કરવાવાળા ઠગને કઈ રીતે સેક્રેડ ગેમ્સમાં ભૂમિકા મળી ગઈ ? જે મુશ્કિલથી અભિનય કરી શકે છે.
સૈફે જવાબ આપતા કહ્યું કે, હું ઠગ નથી. પદ્મશ્રી ખરીદવો સંભવ નથી કે ભારત સરકારને લાંચ આપી શકું. આના માટે તમારે વરિષ્ઠ લોકોને પૂછવું જોઈએ. પણ હું આનો સ્વીકાર કરવા માંગતો નથી.
તેમણે કહ્યું કે, હું પદ્મશ્રી પાછો અપવા માંગતો હતો પણ મારા પિતા મને કહ્યું કે, મને નથી લાગતું કે તું ભારત સરકારને ન કહી શકીશ. માટે, મે હા કરી દિધી અને ખુશીથી રાખી લીધો હતો.
તેમણે આગળ કહ્યું કે હું આને એવી રીતે જોઈ રહ્યો છું, સમયની સાથે આશા રાખું છું કારણ કે, મેં હજી કામ કરવાનું બંધ કર્યુ નથી અને અભિનય કરવાનું પસંદ છે. હું કામ કરી રહ્યો છું, હું ખુશ છું જે થઈ કામ રહ્યું છે. મને આશા છે કે, જયારે લોકો પાછળ જોશે તો કહેશે કે આને જે કામ કર્યુ છે તેના માટે આ સમ્માનને લાયક છે.