મુંબઈ આર્ટ ફેર 2019ના બીજા સંસ્કરણમા આવેલા વિવેકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યુ હતું કે, અભિનંદનની બાયોપિકને લઈને હુ ખુબ જ ઉત્સાહિત છુ. મારા મત પ્રમાણે બાલાકોટ અને એર ફોર્સની કહાનીને લોકો સામે લાવવી જરુરી છે. જ્યારે અમેરિકામા "ટોપ ગન" જેવી ફિલ્મ રિલીજ કરવામા આવી હતી ત્યારે લોકો એનાથી ખુબ પ્રભાવિત થયા હતા. તો આપણને પણ મોકો મળ્યો છે તો ભારતીય વાયુસેનાના શાનદાર કામને બધાની સામે લાવવું જોઈએ જે બીજા માટે પણ પ્રેરણાદાયી બને.
આ ફિલ્મનું શુટિંગ આ વર્ષના અંતમા ચાલુ થાય એવી આશા છે. આ ફિલ્મ 2020મા રિલીજ થશે. આ ફિલ્મનું શુટિંગ જમ્મુ- કાશ્મીર દિલ્હી અને આગ્રામા થશે.