ETV Bharat / sitara

અંકિતા સુશાંતની ‘શોક એબસોર્બર’ હતી: વિકાસ ગુપ્તા - અંકિતા સુશાંતની ‘શોક એબસોર્બર’ હતી: વિકાસ ગુપ્તા

'બિગબોસ' ફેમ વિકાસ ગુપ્તાએ સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડેના સંબંધ વિશેની વાતો મીડિયાને જણાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, અંકિતા સુશાંતની ‘શોક એબસોર્બર’ હતી. તે ક્યારેય સુશાંતને એકલો ન મૂકતી.

અંકિતા સુશાંતની ‘શોક એબસોર્બર’ હતી: વિકાસ ગુપ્તા

author img

By

Published : Jun 19, 2020, 7:24 PM IST

મુંબઈ: સુશાંતની પ્રથમ ધારાવાહિક ‘કિસ દેશ મે હૈ મેરા દિલ’ના ક્રિએટિવ ડિરેક્ટર વિકાસ ગુપ્તાએ સુશાંત અને અંકિતાના સંબંધો વિશે વાતચીત કરી હતી. સુશાંત અને અંકિતા પહેલીવાર તેમની ધારાવાહિક ‘પવિત્ર રિશ્તા’ ના સેટ પર મળ્યા હતા.

વિકાસે એક તસ્વીર શેર કરતા કહ્યું, “આ એ સમય હતો જ્યારે મેં સદાય હસતો, બેફિકર, ખુશમિજાજ જોયો હતો. તે ભારતના નંબર વન શો ને છોડી શકતો હતો અને અમે અઠવાડિયા સુધી ફક્ત ચા, કોફી અને બિસ્કીટ પર નવી નવી યોજનાઓ વિશે વાતો કરી શકતા. ફિલ્મો બનાવવાના પ્લાનિંગ કરી શકતા. મને યાદ છે કે સાઈડ રોલ મળવા બદલ તે યશરાજની ફિલ્મ ‘ઔરંગઝેબ’માં કામ કરવાની ના પાડવા અંગે અવઢવમાં હતો. ત્યારે અંકિતાએ તેને કહ્યું હતું કે, તારે તે જ કરવું જોઈએ જેનાથી તને આનંદ મળે, જ્યારે તું નિશ્વિત હોય ત્યારે જ નિર્ણય લેજે અને સુશાંતે ત્યારે એવી જ સ્માઇલ આપી હતી જેવી તેમણે આ ફોટોમાં આપી છે.”

પરંતુ ફરી એ સમય આવ્યો જ્યારે તેણે યશરાજની બે ફિલ્મોમાં કામ કર્યું. અમે ઇચ્છતા હતા કે તેને પરિણીતી સાથેની એ ફિલ્મ મળી જાય કારણકે ‘ઈશકઝાદે’ માં તેણે કામ કર્યું હતું. પછી તેને ‘કાઈપો છે’ અને પરિણીતી સાથે ‘શુદ્ધ દેસી રોમાન્સ’ મળી. જેની ખુશીમાં અંકિતાએ મિત્રોને ઘરે બોલાવી ઉજવણી કરી હતી.. હવે આ બધું ફક્ત યાદો પૂરતું રહી ગયું છે.."

“હું તેને ફક્ત એક બેફિકર યુવાન તરીકે યાદ રાખવા માંગુ છું જે તેની તમામ મુશ્કેલીઓ અંકિતાને સોંપીને ભાગી જતો હતો. અંકિતા, તું તેની ‘શોક એબસોર્બર’ હતી. જ્યાં સુધી તેના ચહેરા પર સ્મિત ન આવે તું એને છોડતી નહી.” વિકાસે લખ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.