મુંબઈ: એમેઝોન પ્રાઇમ વીડિયોએ વર્ચુઅલ ઇવેન્ટમાં ફિલ્મ 'શકુંતલા દેવી'નું પહેલું સોંગ 'પાસ નહીં તો ફેલ નહીં' રિલીઝ કર્યું છે. જે ફિલ્મ વિદ્યા બાલન ગણિત જાદૂગર શકુંતલા દેવીની ભૂમિકા નિભાવી રહી છે, જેને 'માનવ કમ્પ્યુટર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં 100થી વધુ શહેરોની ડીએવી સ્કૂલ અને કોલેજોના 5000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગીતના લોંચિંગમાં ભાગ લેવા ઉપરાંત, તેઓએ અભિનેત્રી સાથેના મજેદાર ઇન્ટરેક્ટિવ સેશનમાં પણ ભાગ લીધો હતો. પ્રતિભાશાળી જોડી સચિન જીગર દ્વારા કંપોઝ કરાયેલા, આ સોંગને સુનિધિ ચૌહાણે ગાયુ છે. આ ગીતનાં શબ્દો પ્રખ્યાત ગીતકાર વાયુએ લખ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
શકુંતલા દેવીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી વિદ્યા બાલને જણાવ્યું હતું કે, 'શકુન્તલા દેવી' નું પહેલું ગીત 100થી વધુ શહેરોની ડી.એ.વી. સ્કૂલ અને કોલેજોના 5000થી વધુ વિદ્યાર્થીઓ સાથે રજૂ કરવામાં મને ખૂબ જ આનંદ છે. તેનું શીર્ષક છે 'પાસ નહીં તો ફેલ નહીં' આ ગીત ખરેખર મારા હૃદયની ખૂબ નજીક છે કારણ કે, તે અંક સાથે ઇન્ટરેક્ટ કરવાની એક રસપ્રદ રીત બહાર લાવે છે અને ગણિતના ફોબિયાને દૂર કરવાનો પ્રયાસ કરે છે."
આ ગીત લોન્ચ થયા પછી, અલગ શહેરોના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી સાથે ગણિત સાથેના તેના સંબંધ વિશે વાત કરવાની તક મળી.
અનુ મેનન દિગ્દર્શિત અને સોની પિક્ચર્સ નેટવર્ક પ્રોડક્શન અને નિર્માતા વિક્રમ મલ્હોત્રા (અબંદનશીયા એન્ટરટેઈનમેન્ટ), શકુંતલા દેવીમાં સાન્યા મલ્હોત્રા પણ છે. ઉપરાંત, જીસુ સેનગુપ્તા અને અમિત સાધ પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મ 31 જાન્યુઆરીએ વિશ્વભરના 200 દેશમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે.